બીયુ સર્ટીફીકેટ તેમજ કોમર્શીયલના હેતુફેર ન હોવાથી એસ્ટેટ શાખાએ કરી કામગીરી: ફાયર સેફટીનો અભાવ અને અન્ડર ગ્રાઉન્ડમાં 30 માણસો રહેતા હોવાની પણ વિગતો ખુલી: અન્ય પાંચ સ્કુલો ખોલવાની પરમીશન અપાઇ
જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં બનાવ બન્યા બાદ કડક કાર્યવાહી કરવાની શઆત કરી દેવાઇ છે, ફાયર પરમીશન અને બીયુ સર્ટીફીકેટના મામલે ગઇકાલે ડીકેવી કોલેજ સામે આવેલ બગીચા રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યું હતું, ઉપરાંત ટીપીઓ અને ફાયર શાખાએ અન્ય પાંચ જેટલી સ્કુલો ખોલવાની મંજુરી આપી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ગઇકાલે ડીકેવી કોલેજ સામે આવેલ બગીચા રેસ્ટોરન્ટમાં તપાસ કરતા બીયુ સર્ટીફીકેટ ન હોવાનું માલુમ પડયું હતું અને કોમર્શીયલનો હેતુફેર કરવામાં આવ્યો ન હોવાનું પણ ખુલ્યું હતું, ઉપરાંત પાર્કિંગમાં ક્ધટેનર મુકવામાં આવ્યું હતું અને 30 જેટલા કર્મચારીઓ પણ ગેરકાયદેસર રીતે ત્યાં રહેતા હોવાનું પણ બહાર આવ્યું હતું, આથી મ્યુ.કમિશ્નરે સુચના આપતા આ રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવ્યું હતું.
ટીપીઓ શાખાના જણાવ્યા અનુસાર જે-જે વ્યકિત કે સંચાલકો ા.300નું બોન્ડ આપે અને જરી બીયુ સર્ટીફીકેટ તેમજ ફાયર સેફટીના સાધનો 60 દિવસમાં મેળવી લે તેઓના એકમોના સીલ ખોલી નાખવામાં આવશે તેવી જાહેરાત પણ કરી છે ત્યારે ા.300ના સ્ટેમ્પ ઉપર સંચાલકોએ સોગંદનામુ કરવાનું રહેશે જે માટે 30 દિવસનો સમય અપાયો છે અને 30 દિવસ બાદ ફાયર શાખાના લગત કર્મચારીઓ સ્થળની તપાસ કરશે અને જો આ રીન્યુઅલ કરવામાં નહીં આવ્યું હોય તો પ્રોપર્ટીને ફરીથી સીલ કરી દેવામાં આવશે, અરજી કયર્નિી તારીખથી 60 દિવસમાં જરી બીયુ સર્ટીફીકેટ, ઇમ્પેકટ-2022 હેઠળ રેગ્યુલરાઇઝેશન કરાવી લેવાનું રહેશે, જો બાંધકામમાં લેન્ડ ટાઇટલ કલીયર ન હોય તેમાં જે બાંધકામ કરનારને લગત સતામંડળનું લેન્ડ ટાઇટલ કલીયર સર્ટીફીકેટ ફરજીયાત મેળવવાનું રહેશે, ત્યારબાદ સીલીંગ ખોલવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech