જામનગર: નયારા એનર્જી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા પાથમેકર્સ પહેલનો પ્રારંભ
જામનગર જિલ્લાની ઉચ્ચ માધ્યમિક શાળાઓના 500 શિક્ષકો તાલીમમાં જોડાયા
પ્રશિક્ષિત શિક્ષકો વિધાર્થીઓને માર્ગ સલામતી અને જવાબદારી અંગેના પાઠ ભણાવશે
જામનગર, તારીખ. 08 સપ્ટેમ્બર 2026: આંતરરાષ્ટ્રીય સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની, નયારા એનર્જીએ માર્ગ સલામતી જાગૃતિ અને જવાબદાર માર્ગ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે "પાથ મેકર્સ" પહેલ શરૂ કરી છે.
આ કાર્યક્રમના ભાગ રૂપે, ઉચ્ચ માધ્યમિક શાળાના 500 શિક્ષકોએ માર્ગ સલામતી પ્રથાઓ, ટ્રાફિક નિયમો અને સલામત માર્ગ વર્તન પર કેન્દ્રિત ચાર કલાકના વ્યાપક તાલીમ સત્રમાં ભાગ લીધો હતો. આ શિક્ષકો તેમની સંબંધિત શાળાઓમાં માર્ગ સલામતી રાજદૂત તરીકે સેવા આપશે, વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતીની સંસ્કૃતિ સ્થાપિત કરવામાં મદદ કરશે અને જવાબદાર પ્રથાઓને પ્રોત્સાહિત કરશે જે સુરક્ષિત સમુદાયોમાં ફાળો આપી શકે છે.
જામનગર જિલ્લા કલેકટર પી. બી. પંડયાએ આ શિક્ષક તાલીમ કાર્યક્રમની શરૂઆત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં કરાવી હતી.
ટીઆરએએકસ સોસાયટીના સહયોગથી જામનગરની નવાનગર સરકારી હાઈસ્કૂલ, શ્રી દિગ્વિજયસિંહજી સરકારી હાઈસ્કૂલ, કાલાવડની મ્યુનિસિપલ હાઈસ્કૂલ, લાલપુરની વીર સાવરકર હાઈસ્કૂલ, ધ્રોલની હરધ્રોલ સરકારી હાઈસ્કૂલ અને જામજોધપુરની એસવીપી હાઈસ્કૂલમાં જિલ્લાના આશરે 500થી વધુ શિક્ષકોને માર્ગ સલામતી અંગે ઊંડાણપૂર્વકની તાલીમ આપવામાં આવી હતી. નયારા એનર્જીની આ પહેલનો હેતુ શિક્ષકોની ક્ષમતા વધારીને શાળાઓમાં માર્ગ સલામતી જાગૃતિને મજબૂત કરવાનો છે, જે વિદ્યાર્થીઓ અને વ્યાપક સમુદાયમાં શિક્ષણનો વધુ પ્રસાર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: ભૂગર્ભ ગટર / ખાળકૂવાની સફાઈ માટે સફાઈ કામદારોને ઊંડે સુધી ઉતારવા પર પ્રતિબંધ
September 22, 2026 11:25 AMટીવી ચેનલો કોર્ટ સુધી પહોંચી, તો વ્હાઇટ હાઉસે પોતાની ચેનલ શરૂ કરી દીધી, નામ ટ્રમ્પ ટીવી
September 22, 2026 11:11 AMહડતાળની જાહેરાતથી સરકાર ચિંતિત, બેંક કર્મીઓને પૂછ્યું 5 દિવસનું શું પ્લાનિંગ?
September 22, 2026 11:04 AMઅમેરિકામાં આગ બુઝાવવા ગયેલું હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઇલટના મોત
September 22, 2026 10:53 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
