દ્વારકાની ગોમતી નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અન્વયે મહાઆરતી યોજાઈ

  • June 11, 2026 10:46 AM 


દ્વારકાની ગોમતી નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અન્વયે મહાઆરતી યોજાઈ

રાજ્યમંત્રી રિવાબા જાડેજા તેમજ સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો મહાઆરતીમાં જોડાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ નેતૃત્વ અંતર્ગત વિવિધ કાર્યકમો હેઠળ આજરોજ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીના કિનારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ તેમજ મહાનુભાવો સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. ઉપરાંત રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન પૂજન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
​​​​​​​​
​​​​​​​આ તકે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, સહદેવસિંહ માણેક, પરબતભાઇ ભાદરકા, જેઠાભાઇ હાથિયા સહિત સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application