જામનગરમાં લોકજાગૃતિ માટે ૨૦૦ પેમ્પલેટનું વિતરણ
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ જામનગર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા એનડીપીએસ, નાર્કોટીકસ ડ્રગ્સ તેમજ ટ્રાફિક નિયમો અંગેના અવેરનેશ જાગૃતી બાબતે તાા. ૯-૬ના રોજ ઓમ કલાસીસ જામનગર ખાતે કરવામાં આવ્યુ હતું.
જેમાં૨૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને પેમ્પલેટનું વિતરણ કરી વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ, ફીશીંગ કોલો, મીશીંગ કોલો, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોફ, ટાસ્ક ફ્રોડ વિગેરે બાબતે પાવર પ્રેઝન્ટેશન દ્વારા ફ્રોડ વિશે માહિતગાર કરી તેમાથી બચવાના ઉપાયો અંગેની સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સફળ આયોજન ઇન્ચાર્જ પીઆઇ વી.બી. ચૌધરી, પોક્ધસ એસ.વી ચૌધરી, પીઆઇ આઇ.એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.