સાંસદના જન્મદિન નિમિતે કાલે જામનગરમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પ-રક્તદાન શિબિર
સ્વસ્થ ભારતના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તેમજ જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસની ઉજવણી અવસરે નિ:શુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રકતદાન શિબિરનું અનન્ય આયોજન થયું છે. આવતીકાલ તા. ૨૩-૯-૨૦૨૬ ના રોજ ઓશવાળ સેંટર જામનગર ખાતે આ સુદ્રઢ આયોજનથી મહા હેલ્થ મેલા સમાન માહોલ બની રહેશે. નિદાન સારવાર અને તમામ દવાઓ વિનામુલ્યે પુરીપાડવાના આ સેવાયજ્ઞનો જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત શહેર ના નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ડોકટર્સ- પેરામેડીકોઝ- સ્વયંસેવકો- સહયોગીઓ સહિત સૌ સમર્પિત સેવાથી સૌ દર્દીનારાયણની સેવા અને સંતોષની અનન્ય અનુભૂતિરૂપ આ કેમ્પ એક આશીર્વાદ સમાન બની રહેશે. આ કેમ્પમાં જનરલ ફિઝીશીયન, કાન-નાક- ગળાના નિષ્ણાંત, આંખ, ચામડી, હાડકા, બાળરોગ, સ્ત્રીરોગ, મગજ અને જ્ઞાનતંતુ, જનરલ રોગો ના નિષ્ણાત અને સર્જન જેવા વિવિધ વિભાગોમાં ૫૦-જેટલા નિષ્ણાંત ડોક્ટરઓ દ્વારા દર્દીઓનું નિદાન કરી, નિ:શુલ્ક જરૂરી દવાઓ આપવામાં આવશે.ઓશવાળ સેંટર ખાતે યોજાયેલ રકતદાન શિબિરમાં જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેવા ભાવિ નાગરિકો, યુવાનો, મહિલાઓ રકતદાન માટે આગળ આવી રક્તદાન કરવા માટે રક્તદાતાઓ ને અપીલ કરવામાં આવી છે.
સેવા- સમર્પણ- સંરક્ષણથી રાષ્ટ્રને અવિરત ધબકતુ રાખવાના અને નિત્ય અમૃત ઉત્સવના હિમાયતી, આપના સૌના પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના નિમિતે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત આ જનસેવાના કાર્યક્રમ માં ઉપસ્થિત રહી સર્વ રોગ નિદાન કેમ્પ નો લાભ લેવા તેમજ રક્તદાન કરી સેવાકાર્યો માં સહભાગી બનવા સૌ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.