ખંભાળિયા ખાતે નારી વંદન ઉત્સવ–૨૦૨૬ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ

  • August 04, 2026 10:01 AM 

ખંભાળિયા ખાતે નારી વંદન ઉત્સવ–૨૦૨૬ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ

ખંભાળિયામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા નારી વંદન ઉત્સવ–૨૦૨૬ અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણીરૂપે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પી.પી.જાદવ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ ની વિવિધ જોગવાઇઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી નાઝીરભાઈ મુન્દ્રા દ્વારા મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ મહિલા હેલ્પલાઇન-૧૮૧, સાયબર સુરક્ષા અને સેલ્ફ ડિફેન્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

​​​​​​​આ કાર્યક્રમમાં શાળા/કોલેજના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ હેલ્પ લાઇન તેમજ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application