દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "આપણી આંગણવાડી આપણી જવાબદારી" થીમ અંતર્ગત તા. ૯ સપ્ટેમ્બરથી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરાશે
પોષણ માસની ઉજવણીના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ
સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી તા. ૦૯ સપ્ટેમ્બરથી તા. ૦૮ ઓક્ટોબર સુધી ૦૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવશે.
પોષણ સૂચકાંકોમાં સુધારો કરવા માટે દેશભરમાં પોષણ-કેન્દ્રિત સંવેદનશીલતા વધારવા 'આપણી આંગણવાડી આપણી જવાબદારી' થીમ સાથે એક માસ સુધી જન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી.
મુખ્ય થીમ સાથે પોષણ માસ દરમિયાન આંગણવાડીમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, સામુદાયિક માલિકીપણું અને જવાબદારી, બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત માતાના સ્વાસ્થ્ય માટે રોકડ સહાય સહિતના કાર્યક્રમો યોજાશે.
વિશેષમાં સ્વાસ્થ્ય મેળા, સ્વસ્થ અને વૈવિધ્યસભર રેસિપીનું પ્રદર્શન, આંગણવાડી ખાતે સાપ્તાહિક મેનુ રોટેશન, ગરમ રાંધેલા ભોજનનું નિદર્શન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ૧૦૦ ટકા નોંધણી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવશે.
આ બેઠકમાં ઈનચાર્જ પ્રોગ્રામ ઓફિસર સી.બી. ચોબીસા સહિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: ભૂગર્ભ ગટર / ખાળકૂવાની સફાઈ માટે સફાઈ કામદારોને ઊંડે સુધી ઉતારવા પર પ્રતિબંધ
September 22, 2026 11:25 AMટીવી ચેનલો કોર્ટ સુધી પહોંચી, તો વ્હાઇટ હાઉસે પોતાની ચેનલ શરૂ કરી દીધી, નામ ટ્રમ્પ ટીવી
September 22, 2026 11:11 AMહડતાળની જાહેરાતથી સરકાર ચિંતિત, બેંક કર્મીઓને પૂછ્યું 5 દિવસનું શું પ્લાનિંગ?
September 22, 2026 11:04 AMઅમેરિકામાં આગ બુઝાવવા ગયેલું હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઇલટના મોત
September 22, 2026 10:53 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
