જામનગર: લાંચના અપરાધમાં સુપરવાઇઝર અને લાઇન ઓપરેટરના જામીન મંજુર
લાંચના કેસમાં સુપરવાઇઝર અને લાઇન ઓપરેટરના જામીન કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે, આ કેસની વિગત એવી છે કે તા.૨૯-૯-૨૬ના રોજ વીરમ અરશી ઓડેદરાએ ખંભાળીયાના એસીબીના પીએસઆઇ મંધરાને ફરીયાદ કરી હતી કે સરકાર માન્ય ઓનલાઇન પાસીંગ સેન્ટરમાં સરકારી નિયમો અનુસાર ફી વસુલ કરી ભારે વાહનોના પ્રમાણ પત્ર આપવામાં આવે છે, આ એજન્સી સરકારના એજન્ટ તરીકે કામ કરે છે.
આ એજન્સીમાં કામ કરતા સુપરવાઇઝર ખીમા રાઇસુર ધાનાણી અને લાઇન ઓપરેટર કુલદીપસિંહ મનદીપસિંહ વાઢેર વાહનોના સર્ટીફીકેટ માટે સરકારી ધોરણ પ્રમાણે નિયત કરવામાં આવેલ ફી થી વધુ રકમ લાંચ પેટે ઉઘરાવે છે અને ૧૫૦૦ ની ફી સામે ટ્રકના ફીટનેશ સર્ટીફીકેટ માટે વધુ રૂપિયા ૨૦૦૦ માંગે છે, આ બાબતે રૂબરૂ ફરીયાદ કરી હતી.
આ અંગે પોલીસ ઇન્સ્પેકટ મંધરા દ્વારા લાંચનું છટકુ ગોઠવવામાં આવેલ, ટ્રકના ફીટનેસ સર્ટીફીકેટની ફી રૂ.૧૩૦૨૦ ઉપરાંત રૂ.૨૧૮૦ વધારાની લાંચ લેતા બન્ને આરોપી રંગેહાથે પકડાઇ ગયેલ. આ બન્ને આરોપી તરફે જામનગરના ધારાશાસ્ત્રી ડો. વી.એચ. કનારાએ રજુઆત આધારે બન્નેની રીમાન્ડ અરજી અમાન્ય ઠરાવેલ અને બન્ને આરોપીઓ દ્વારા કરવામાં આવેલ જામીન અરજીમાં રજુઆત કરવામાં આવેલ કે આરોપીઓ સરકારી નોકર નથી, ખાનગી પેઢીમાં નોકરી કરે છે, આ કેસમાં પોલીસ કેસ મુજબ મુદ્દામાલ કબ્જે થઇ ગયેલ છે અને કેસના સંજોગો જોતા તપાસના કામ માટે આરોપીઓનો જરૂર નથી.
નામદાર સર્વોચ્ચ અદાલતે બાલચંદ જૈનના ચુકાદામાં પ્રસ્થાપિત કર્યા અનુસાર સામાન્ય સંજોગોમાં જામીન આપવા તેવો નિયમ છે, આ નિયમાનુસાર અપવાદરૂપ કીસ્સાઓમાં આ કેસ આવતો નથી, આથી જામીન આપવા જોઇએ, સરકાર તરફે હજુ ગુનો નોંધાયો છે અને તપાસ ચાલુ હોય, જામીન અરજી નામંજુર કરવા રજુઆત કરી હતી.
ઉભયપક્ષની રજુઆતને ઘ્યાનમાં લઇને દ્વારકા જિલ્લાના સ્પેશ્યલ જજ તેજસ દેસાઇએ બન્ને આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફે ધારાશાસ્ત્રી ડો. વી.એચ. કનારા, ધીરેન કનારા અને નિલેશ ગોજીયા રોકાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી
October 23, 2026 06:31 PM*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
October 23, 2026 03:41 PMજામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
October 23, 2026 03:34 PMભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
October 23, 2026 03:33 PMજામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
October 23, 2026 03:28 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
