ગઇકાલે દિ.પ્લોટ, જામનગર શહેર, નાઘેડી, ગુલાબનગર, બેરાજા, બારાડી સહિતના કેટલાક વિસ્તારોમાં 48 સ્થળોએ વિજ ચોરી પકડાતા ા.25.65 લાખનો દંડ ફટકારાયો
પીજીવીસીએલ દ્વારા ફરીથી ચેકીંગનો દૌર શ થયો છે, આજે સવારે 7 વાગ્યાથી જામજોધપુરના ગ્રામ્ય વિસ્તાર, જામનગર શહેર-2 તેમજ નગરસીમ લાલવાડી સહિતના વિસ્તારોમાં 46 ટીમો દ્વારા એકીસાથે ચેકીંગની કાર્યવાહી શ કરી દેવામાં આવી છે, ગઇકાલે ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાંથી ા.25.65 લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી.
પીજીવીસીએલના સુત્રોના જણાવ્યા અનુસાર આજ સવારથી જામજોધપુરના ગ્રામ્ય વિસ્તાર, જામનગર શહેર ભાગ-2, નગરસીમ, લાલવાડી, હાપા વિસ્તારમાં 14 એસઆરપી મેન અને 9 પોલીસને સાથે રાખીને પીજીવીસીએલ દ્વારા ઓપરેશન શ કરવામાં આવ્યું છે, સાંજ સુધીમાં મોટાપાયે વિજ ચોરી પકડાશે. જામનગર શહેરમાં સુભાષપરા, ગણેશવાસ, જામનગર શહેર, દિ.પ્લોટ સહિતના વિસ્તારોમાં 26 ટીમોએ 301 કનેકશનો ચેક કયર્િ હતાં, જેમાંથી 48માં વિજ ચોરી પકડાઇ છે અને કુલ દંડ 25.65 લાખ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત પીજીવીસીએલની અન્ય ટીમોએ નાઘેડી, ગોકુલનગર, સરમત જામનગર તાલુકા તેમજ બારાડી, વાવડી, બેરાજા, નેશડા, ગંઢા, ખેંગારકા સહિતના ગામડાઓ તેમજ ધ્રોલ તાલુકાના ગામડાઓમાં ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી, નવા આવેલા પીજીવીસીએલના અધિક્ષક અસીત વ્યાસની આગેવાની હેઠળ સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ વધુ ટીમોને ચેકીંગમાં મોકલવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech