જામનગર: હાપા માર્કેટ યાર્ડમાં ૬૬ નંબરની મગફળીની બોલબાલા: મણના ૨૦૦૦થી ૨૫૦૦ બોલાયા
કુલ જણસ ૪૯૯૭ ગુણી નોંધાઇ: સૌથી વધુ આવક ૨૫૬૦ મણ કપાસની થઇ
સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ ઓછો પડવાને લીધે પાકનુ ઉત્પાદન નહિંવત થયુ છે. તેમ છતાં સમગ્ર હાલારની ૬૬ નંબરની મગફળીની ભારે માંગ રહે છે અને દર વર્ષે ખેડુતોને આ મગફળીના ભાવ સારા મળે છે, ખાસ કરીને આસો માસ અને કારતક માસમાં તામિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા માટે હાપા માર્કેટીંગ યાર્ડમાં આવતા હોય છે.
ગઇકાલે હાપા માર્કેટીંગ યાર્ડના તામીલનાડુના વેપારીઓ દ્વારા ૬૬ નંબરની મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેના પ્રતિમણ ૨૦૦૦થી ૨૫૦૧ ભાવ બોલાયા હતા, જયારે ઝીણી મગફળીના ૧૨૦૦ થી ૧૫૭૫ ના સોદા પડયા હતા. જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં દર વર્ષની માફક આ વર્ષે ૬૬ નંબરની મગફળી યાર્ડમાં આવતા ખેડુતોને સારા એવા ભાવ મળ્યા છે.
૬૬ નંબરની મગફળીની બોલબાલા હોવાથી તામિલનાડુ સહિત અન્ય રાજયના વેપારીઓ પણ દર વર્ષે ખરીદી કરવા આવે છે. ગઇકાલે હાપા યાર્ડમાં ૬૬ નંબરની મગફળીની ખરીદીના શ્રીગણેશ થયા હતા. આગામી દિવાળીના તહેવારો બાદ સંખ્યાબંધ વેપારીઓનું ખરીદી માટે વધારો થશે.
જામનગર સહિત દેવભૂમિ દ્વારકામાં વરસાદની ઘટને લઇને અડધોઅડધ મગફળીનું ઉત્પાદન ઓછુ થયુ છે પરંતુ તામિલનાડુના વેપારીઓના લીધે ભાવ મોઢે માંગ્યા મળતા હોય તેવી સ્થિતિ હોવાથી જુનાગઢ, ગોંડલ, અમરેલી, જેતપુર, કોડીનાર, સહિતના પંથકમાંથી ખેડુતો મગફળી વેચવા જામનગર આવી રહ્યા છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે કુલ જણસ ૪૯૯૭ ગુણી, ૧૨૫૩૩ મણ, ઠલવાઇ હતી જે પૈકી ૫૨૦૩ ગુણીનું વેંચાણ થયુ હતું. સૌથી વધુ ભાવ જીના બોલાયા હતા જેના પ્રતિ મણ ૨૯૦૦ થી ૫૧૮૫ના સોદા પડયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી
October 23, 2026 06:31 PM*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
October 23, 2026 03:41 PMજામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
October 23, 2026 03:34 PMભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
October 23, 2026 03:33 PMજામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
October 23, 2026 03:28 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
