જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિમિટેડ દ્વારા કુટુંબ સહાય યોજનાનો સભાસદોના વારસદારને ચેક અર્પણ

  • May 23, 2026 11:49 AM 

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિમિટેડ દ્વારા કુટુંબ સહાય યોજનાનો સભાસદોના વારસદારને ચેક અર્પણ

જામનગર શહેરમાં ઇન્દિરા ગાંધી માર્ગ પર આવેલ સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા સમય અંતરે તેમના સભાસદોને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક વિતરણ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે જામનગરના રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા જયદીપભાઈ રસિકભાઈ તાલપરા જેને રૂપિયા ૨૧,૦૦૦ ની તેમજ પુષ્કરધામ રણજીતસાગર વિસ્તારમાં રહેતા દામજીભાઈ લાખાભાઈ વેકરીયા જેને રૂપિયા ૫૦,૦૦૦ ની તેમજ ગોકુલનગર વિસ્તારમાં રહેતા વિશાલભાઈ બાબુભાઈ પાનસુરીયાને જેને રૂપિયા ૫૦,૦૦૦ ની તેમજ ગુલાબનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ ચંદ્રેશભાઈ સાવલિયા જેને રૂપિયા ૨૧,૦૦૦ હજારની સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો.

આ સમયે સોસાયટીના ચેરમેન દિનેશભાઈ એમ. ડાંગરિયા, મેનેજીંગ ડીરેક્ટર રમેશભાઈ એચ. પણસારા તેમજ ડીરેક્ટર મગનભાઈ ચાંગાણી, વસરામભાઈ ચોવટિયા, ભાણજીભાઈ પાંભર, તુલશીભાઈ મુંગરા, કરશનભાઈ ટીંબડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application