રાજકોટ રેલવે ડિવિઝનમાં ઉત્સાહભેર ઉજવાયો “રાષ્ટ્રીય એકતા દિવસ”
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા રાષ્ટ્રીય એકતાના શપથ; ડિવિઝનલ રેલવે મેનેજર કાર્યાલયથી કોઠી કમ્પાઉન્ડ રેલવે કોલોની સુધી ‘રન ફોર યુનિટી’નું આયોજન
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ભારતના એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસ” હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાના શપથ લેવડાવ્યા. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ, અદિતીય નેતૃત્વ ક્ષમતા અને દેશની એકતાને સુદૃઢ બનાવવામાં તેમના મહાન યોગદાનનું સ્મરણ કર્યું.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજકોટ ખાતે “એકતા દોડ” (Run for Unity)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ ડિવિઝનલ રેલવે મેનેજર કાર્યાલય, રાજકોટથી શરૂ થઈને કોઠી કમ્પાઉન્ડ રેલવે કોલોની સુધી ગઈ અને ત્યાંથી પરત ડિવિઝનલ રેલવે મેનેજર કાર્યાલય પહોંચીને સંપન્ન થઈ. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના નેતૃત્વમાં આયોજિત આ દોડમાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ, ખેલાડીઓ, રેલવે સુરક્ષા દળ (RPF)ના જવાનો તેમજ ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન સહભાગીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિના નારા લગાવી રાષ્ટ્ર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, સામાજિક સદભાવ અને દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનનું સ્મરણ કરવાનો હતો.
આ પ્રસંગે સીનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર અમૃત સોલંકી, ડિવિઝનલ સ્પોર્ટ્સ એસોસિએશનના સચિવ વિક્રમ મીણા સહિત વિવિધ વિભાગોના વડા અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કલ્યાણ નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં પાણીની કટોકટી: ૧૨ થી ૧૫ દિવસે પાણી વિતરણ
October 31, 2026 12:38 PMજામનગર: જોડિયાના વાવડી ગામે પાક નિષ્ફળ જતાં ખેડુતનો આપઘાત
October 31, 2026 12:29 PMજામનગરમાં બ્રાઉન હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
October 31, 2026 12:12 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
