જામનગરમાં નવરાત્રી પર્વે મહિલાઓની સુરક્ષા માટે 181 'અભયમ' અને 'શી-ટીમ'ની વિશેષ ઝુંબેશ
મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ મેળવવા 181 હેલ્પલાઇન નંબર ડાયલ કરવા અપીલ
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જામનગર શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે જામનગરની 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ (SHE Team) સક્રિયપણે મેદાનમાં ઉતરી છે. નવરાત્રિ દરમિયાન મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા માણી શકે તેવા હેતુથી અભયમ અને સી-ટીમ દ્વારા શહેરના વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે.
મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, 181 ‘અભયમ’ અને ‘સી-ટીમ’ દ્વારા ગરબા સ્થળો પર મહિલાઓને જાગૃત કરતા માર્ગદર્શન અપાયું હતું કે, જો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા અયોગ્ય કે અશ્લીલ વર્તન કરવામાં આવે, છેડતી કરવાનો પ્રયાસ થાય કે પછી પીછો કરીને રસ્તો રોકવામાં આવે, તો મહિલાઓએ સહેજ પણ ગભરાયા વિના કે નિઃસંકોચપણે તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવો. 181 ની ટીમ સ્થળ પર પહોંચીને તુરંત જ જરૂરી કાયદાકીય અને સુરક્ષાત્મક સહાય પૂરી પાડશે. મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાભિમાનની રક્ષા કરવી એ જ 181 મહિલા હેલ્પલાઇન અને સી-ટીમની મુખ્ય ઓળખ છે, તેથી કોઈપણ કટોકટી કે મુશ્કેલીના સમયે 24×7 કાર્યરત 181 ટોલ-ફ્રી નંબર પર તાત્કાલિક સંપર્ક કરી સુરક્ષા મેળવવા વિશેષ અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી
October 23, 2026 06:31 PM*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
October 23, 2026 03:41 PMજામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
October 23, 2026 03:34 PMભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
October 23, 2026 03:33 PMજામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
October 23, 2026 03:28 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
