જામખંભાળિયાના બેરાજા ગામની સરકારી શાળાની બાળાઓ રમતગમત સ્પર્ધામાં ઝળકી

  • August 13, 2026 01:24 PM 

જામખંભાળિયાના બેરાજા ગામની સરકારી શાળાની બાળાઓ રમતગમત સ્પર્ધામાં ઝળકી

રાજ્ય કક્ષાએ પસંદગી પામી શાળા-જિલ્લાનું ગૌરવ વધાર્યું

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત શાળાકીય રમતગમત સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની બેરાજા ગામની સરકારી માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા તેમજ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.

એસ.જી.એફ.આઈ.ની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં શાળાની વિધાર્થિનીઓએ પોતાની ખેલપ્રતિભાના જોરે વિવિધ રમતોમાં ટોચના ક્રમાંક મેળવ્યા છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલી વિજેતા વિદ્યાર્થીનીઓ હવે આગામી સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની રમતગમત સ્પર્ધામાં ભાગ લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

વિજેતા રમતવીરોમાં વસરા જેન્સી બી. (જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ), ચાવડા હસ્મિતા કે. (૨૦૦ મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ), રાઠોડ હર્ષિદા બી. (૪૦૦ મીટર દોડ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ), નાગેસ લાખુ એસ. (ચક્ર ફેંક સ્પર્ધામાં તૃતીય ક્રમ) માં સફળતા બદલ શાળાના આચાર્ય, શિક્ષકો, રમતગમત પ્રશિક્ષક અને ગ્રામજનોએ તમામ વિજેતા વિધાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્ય કક્ષાએ પણ આ દીકરીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. દીકરીઓની આ સિદ્ધિથી સમગ્ર બેરાજા ગામ અને પંથકમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application