જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીમાં તેજી: સૌથી વધુ રૂ. ૨,૭૬૫ ભાવ બોલાયો
હાલારની મગફળીની તમિલનાડુ સુધી મહેક: બિયારણ માટે ખરીદી કરવા ૨૫થી ૩૦ વેપારીઓનો જામનગરમાં મુકામ
જામનગરની ભાગોળે આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની મબલખ આવક થઈ રહી છે. બીજી તરફ, સારી ગુણવત્તાની હાલારી મગફળીની માંગ તમિલનાડુ સુધી પહોંચતાં ત્યાંના આશરે ૨૫થી ૩૦ વેપારીઓએ મગફળીની ખરીદી માટે હાપા યાર્ડમાં ધામા નાખ્યા છે. ગુરુવારે યાર્ડમાં મગફળીની ૯ નંબરની જણસનો સૌથી ઊંચો ભાવ પ્રતિ મણ રૂ. ૨,૭૬૫ બોલાયો હોવાનું જાણવા મળે છે.
હાપા યાર્ડમાં ગુરુવારે કુલ ૭૮૧ ખેડૂતો વિવિધ જણસોના વેચાણ માટે પહોંચ્યા હતા. જેમાંથી ૨૨૪ ખેડૂતોએ મગફળી ઠાલવતાં કુલ ૧૫,૧૮૩ મણ મગફળીની આવક નોંધાઈ હતી. મગફળી ઉપરાંત અન્ય જણસોની પણ આવક થઈ હતી. યાર્ડમાં કુલ ૧૭ જેટલી જુદી જુદી જણસોની નાની-મોટી આવક નોંધાઈ હતી, જેમાં મગફળીની આવક સૌથી વધુ રહી હતી. મગફળીની આશરે ૯,૫૭૪ ગુણીનું વેચાણ થયું હતું.
મગફળીના ભાવની વાત કરીએ તો અલગ અલગ નંબર અને ગુણવત્તા પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળ્યો હતો. મગફળીના એક પ્રકારના ભાવ રૂ. ૧,૨૦૦થી ૧,૬૪૦ સુધી રહ્યા હતા, જ્યારે અન્ય પ્રકારમાં રૂ. ૧,૭૦૦થી ૨,૭૬૦ સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટમાં રૂ. ૧,૫૦૦થી ૨,૩૦૦ સુધીના ભાવ પણ નોંધાયા હતા. જોકે, ૯ નંબરની મગફળીનો સૌથી ઊંચો ભાવ રૂ. ૨,૭૬૫ સુધી પહોંચ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હાલારની મગફળીની સારી ગુણવત્તા અને બિયારણ તરીકેની ઉપયોગિતા સહિતનાં કારણોસર તમિલનાડુના વેપારીઓમાં તેની ખાસ માંગ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુના અંદાજે ૨૫થી ૩૦ વેપારીઓ જામનગરના હાપા યાર્ડમાં ખરીદી માટે આવી રહ્યા છે. આ વેપારીઓ વર્ષોથી દિવાળીના પર્વ સુધી નિયમિત રીતે અહીં આવી સારી ગુણવત્તાની મગફળીની ખરીદી કરતા હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના વેપારીઓ હાલારી મગફળીનો ઉપયોગ મુખ્યત્વે બિયારણ તરીકે કરે છે. અહીંની મગફળીમાંથી સારી ઉપજ મળતી હોવાથી તમિલનાડુમાં તેની લાંબા સમયથી બોલબાલા જળવાઈ રહી છે. આ ઉપરાંત હાપા યાર્ડમાં મગફળીની સાથે લસણ, કપાસ, જીરું, ડુંગળી, સોયાબીન સહિતની જણસોની પણ નોંધપાત્ર આવક થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખોટો નિર્ણય પાછો ખેંચો, નહિતર વળતો પ્રહાર યુએસના ૨૦% ટેરિફ પ્રસ્તાવથી ડ્રેગન ભડક્યું
November 27, 2026 01:44 PMએઆઈ ડેટા સેન્ટર અવકાશમાં બનાવાશે સ્પેસેક્સને એક મિલિયન સેટેલાઈટની મંજૂરી
November 27, 2026 01:39 PMજામનગર: ફલ્લા-બેરાજા-વાવડી રોડનું તાત્કાલિક સમારકામ કરી ૫.૫ મીટર પહોળો કરવા માંગ
November 27, 2026 01:37 PMજામનગર: છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે ૫૬ ભોગ અન્નકૂટ દર્શન
November 27, 2026 01:34 PMઆઈબીએમએ યુએસ વિઝા સ્પોન્સરશિપ બંધ કરી: હવે સેંકડો ભારતીયોએ દેશ છોડવો પડશે
November 27, 2026 01:33 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
