ચીને યુએસ તપાસ દ્વારા વધારાની ઉત્પાદન ક્ષમતાના ઉપયોગને વધુ ક્ષમતાના આધાર તરીકે કરવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. હે યાદોંગે જણાવ્યું હતું કે વધારાની ઉત્પાદન ક્ષમતાનો ઉલ્લેખ કરીને ટેરિફ લાદવું એ સંરક્ષણવાદને પ્રોત્સાહન આપવાનું બહાનું છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખશે. મંત્રાલયે યુએસને એકપક્ષીય પગલાં લેવાને બદલે વાતચીત અને પરામર્શ દ્વારા વેપાર મતભેદોનો ઉકેલ લાવવા વિનંતી કરી.ચીનનો આ પ્રતિભાવ સ્પષ્ટપણે દશર્વિે છે કે તે યુએસ ટેરિફ દરખાસ્તને સહેલાઈથી સ્વીકારવાના મૂડમાં નથી. હવે બધાની નજર તેના પ્રસ્તાવ અંગે યુએસના આગામી પગલાં અને બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર તેની અસર પર રહેશે.
અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઈને ફરી એકવાર તણાવ વધવાની આશંકા ઊભી થઈ છે. અમેરિકાએ ચીન સહિત અનેક વેપારી ભાગીદારો પર 20 ટકા સુધીનો આયાત વેરો લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
અમેરિકાના આ પ્રસ્તાવનો ચીને ઉગ્ર વિરોધ કર્યો છે. ચીને ગુરુવારે અમેરિકાને પોતાની ખોટી નીતિઓ સુધારવા અને પ્રસ્તાવિત આયાત વેરા લગાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. આ સાથે ચીને ચેતવણી પણ આપી છે કે જો જરૂર પડશે તો તે પોતાના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા હે યાદોંગે જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલી તપાસ એકતરફી કાર્યવાહી છે અને ચીન તેનો મજબૂત વિરોધ કરે છે. તેમણે કહ્યું કે અમેરિકાએ પોતાની ખોટી રીતભાત સુધારવી જોઈએ અને વાતચીત તથા પરસ્પર ચચર્િ દ્વારા વિવાદો ઉકેલવાના યોગ્ય માર્ગ પર પાછા ફરવું જોઈએ.વાસ્તવમાં અમેરિકાએ ચીન, યુરોપિયન સંઘ અને જાપાન સહિત અનેક વેપારી ભાગીદારો પર 20 ટકા સુધીનો આયાત વેરો લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ચીન એવા દેશો અને અર્થતંત્રોમાં સામેલ છે, જેના પર સૌથી વધુ 20 ટકા વેરો લગાવવાની વાત કરવામાં આવી છે.
અમેરિકાના આ પ્રસ્તાવને કારણે બંને દેશો વચ્ચે વેપાર સંબંધિત તણાવ વધવાની આશંકા છે. જોકે, અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું છે કે પ્રસ્તાવિત આયાત વેરો બેઇજિંગ સાથે ચાલી રહેલી વેપાર મંત્રણા હેઠળ જ આવે છે. એટલે કે આ વેરાનો પ્રસ્તાવ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત સાથે પણ જોડાયેલો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં બાકી વેરાની વસૂલાત વેગવંતી, વધુ એક મિલકતને તાળાં મરાયા
November 27, 2026 01:56 PMમોરબીમાં વગર જમીન સંપાદને ખાનગી જમીનમાં હાઈવે બનાવી દેવામાં આવ્યો, મુખ્યમંત્રી લાલઘૂમ
November 27, 2026 01:51 PMરાજકોટ જિ.પ.ના બાંધકામ કૌભાંડની તપાસ થશે કે ફિન્ડલું વાળી દેવાશે?
November 27, 2026 01:48 PMખોટો નિર્ણય પાછો ખેંચો, નહિતર વળતો પ્રહાર યુએસના ૨૦% ટેરિફ પ્રસ્તાવથી ડ્રેગન ભડક્યું
November 27, 2026 01:44 PMએઆઈ ડેટા સેન્ટર અવકાશમાં બનાવાશે સ્પેસેક્સને એક મિલિયન સેટેલાઈટની મંજૂરી
November 27, 2026 01:39 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
