જામનગર: ફલ્લા-બેરાજા-વાવડી રોડનું તાત્કાલિક સમારકામ કરી ૫.૫ મીટર પહોળો કરવા માંગ

  • November 27, 2026 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ફલ્લા-બેરાજા-વાવડી રોડનું તાત્કાલિક સમારકામ કરી ૫.૫ મીટર પહોળો કરવા માંગ

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડએ જિલ્લા વિકાસ અધિકારીને પાઠવ્યો પત્ર

જામનગર તાલુકાના ફલ્લા તેમજ જોડીયા તાલુકાના બેરાજા અને વાવડી ગામને જોડતા મુખ્ય રસ્તાના તાત્કાલિક સમારકામ અને તેને પહોળો કરવા અંગે આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લાના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ એન. રાઠોડ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.  

પત્રમાં જણાવ્યું છે કે બેરાજા, વાવડી સહિત આસપાસના ૮ થી ૧૦ ગામના લોકો માટે ધ્રોલ અને જામનગર શહેર તરફ અવર-જવર કરવાનો આ એકમાત્ર મુખ્ય માર્ગ છે. હાલ આ રસ્તો અત્યંત બિસ્માર અને ખખડધજ હાલતમાં હોવાથી તેમજ વાહનોનો સતત ટ્રાફિક રહેતો હોવાથી દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, ખેતપેદાશો લઈને જતા ખેડૂતો, પશુપાલકો અને નોકરી-ધંધાર્થે જતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય સતત રહે છે તેમજ આ રોડ અતિ બિસ્માર હોવાના કારણે વારંવાર ટ્રાફીકનું કારણ ખુબ જ રહે છે, જેને કારણે એમ્બ્યુલન્સ તેમજ વિદ્યાર્થીઓને અવરજવરમાં ખૂબજ અગવડ પડતી હોય છે, તદઉપરાંત દરરોજ અપડાઉન કરતા લોકો, ખેડુતો, પશુપાલકો, નોકરી-ધંધાર્થીઓ સહિતના લોકોને બિસ્માર રોડના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ગ્રામજનોની સુખાકારી અને સલામતીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા પત્રમાં આ રસ્તાને પ્રાથમિકતાના ધોરણે ૫.૫ મીટર પહોળો (વાઈડનિંગ) કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application