જામનગર: નવાગામની ખાનગી કંપનીના એરિયામાંથી રૂપિયા ૨.૦૬ લાખના સામાનની ચોરી
સબસ્ટેશનમાંથી ધાતુની પ્લેટો, ક્લેમ્પ, ગ્લાન્ડ અને લાઇટ સહિતનો મુદ્દામાલ લઇ ગયા
લાલપુર તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ગ્લાસ ફેક્ટરી વિભાગના સબસ્ટેશનમાંથી અજાણ્યા તસ્કરો ૨.૦૬ લાખની કિંમતનો સામાન ચોરી જતા મેઘપર-પડાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, નવાગામ સીમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ડીપી-૦૨ના સબસ્ટેશન નં.૩માં તપાસ દરમિયાન સબસ્ટેશનમાં લગાવવામાં આવેલી વિવિધ ધાતુની પ્લેટો સહિતનો સામાન ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું.
ચોરાયેલા સામાનમાં ૧૨૪૦ એમએમની આશરે ૧૫ કિલો વજનની ચાર પ્લેટ, ૧૦૧૦ એમએમની આશરે ૧૧ કિલો વજનની ચાર પ્લેટ તથા ૭૮૦ એમએમની આશરે ૯ કિલો વજનની બે પ્લેટ મળી કુલ ૧૦ પ્લેટની કિંમત રૂ.૯૧,૫૦૦ થતી હતી. ઉપરાંત એસ.એસ.યુ. ક્લેમ્પ ૩૦, એસ.એસ.એમ. ગ્લાન્ડ ૩૦ તથા બજાજ હાઈવે લાઈટ ૧૨૦ વોલ્ટની આઠ લાઈટ સહિત કુલ ૨,૦૬,૦૦૦નો સામાન ચોરી થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે કંપનીમાં નોકરી કરતા અને પંચવટી સોસાયટીમાં રહેતા શિવમકુમારસિંહ પ્રભાષસિંહ રાજપૂત (ઉ.વ.૨૯)ની ફરિયાદના આધારે મેઘપર-પડાણા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફરીથી ધરપકડ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી, પોલીસે કારણો સમજાવવા પડશે: સુપ્રીમ કોર્ટ
September 21, 2026 04:07 PMSMCની રેડમાં ટ્રક મોઢે દારૂ ઝડપાયો, બામણબોર પાસે આઈસરમાંથી 86 લાખની 21,792 બોટલ મળી, એકને દબોચ્યો
September 21, 2026 03:55 PMજામનગરથી માતાના મઢ (કચ્છ) સુધી જય હિંગળાજ પદયાત્રી સંઘ દ્વારા ભવ્ય પદયાત્રાનું આયોજન
September 21, 2026 03:35 PMજામનગરમાં સાતમા દિવસે વિઘ્નહર્તાની ૧૩૭૪ મૂર્તિઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન
September 21, 2026 03:31 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
