જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

  • May 23, 2026 12:32 PM 

જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

જામનગર તાલુકા પંચાયતના પ્રમુખપદે સરસ્વતીબેન મહેન્દ્રભાઈ ખાણધાર તથા ઉપપ્રમુખપદે તરુણભાઈ કાંતિભાઈ વસોયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વરણી પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, હાપા માર્કેટિંગ યાર્ડ ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શુભેચ્છા અને અભિનંદનનો માહોલ જોવા મળ્યો હતો.

નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application