ખંભાળીયા: કૂવો ગાળતા નીચે પટકાયેલા શિવા ગામના યુવાનનું મૃત્યુ

  • May 23, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: કૂવો ગાળતા નીચે પટકાયેલા શિવા ગામના યુવાનનું મૃત્યુ

ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા આશિષભાઈ પરબતભાઈ રાવલિયા નામના ૨૯ વર્ષના યુવાન ગઈકાલે શુક્રવારે બપોરના સમયે તેમની ખેતીની જમીનમાં આવેલો કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. રસ્સાની મદદથી તેઓ કુવાની અંદર ઉતર્યા બાદ ચઢતી વખતે તેમના હાથમાંથી રસ્સો છૂટી જતા તેઓ યુવાની અંદર પટકાઈ પડ્યા હતા. જેથી કુવામાં રહેલી પથ્થરની ધાર સાથે તેમનું માથું અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જયેશભાઈ જગાભાઈ રાવલિયા (રહે. શિવા) એ ભાણવડ પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application