BREAKING NEWS

આહીર ચોક પાસે રહેતા પરપ્રાંતિય પરિવારની ૧૨ વર્ષની તરુણી ગુમ

  • May 15, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ આહીર ચોક પાસે રહેતા પરિવારની ૧૨ વર્ષની તરુણી ઘરેથી ભેદી રીતે ગુમ થઈ જતા પરિવારે ભક્તિનગર પોલીસ સ્ટેશન અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઉતરપ્રદેશના શકમંદ શખસનું નામ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,મૂળ બિહાર અને હાલ આહીર ચોકમાં રહેતા યુવકે ભક્તિનગર પોલીસ સ્ટેશન પોતાની ૧૨ વર્ષની પુત્રીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.૭ ના રોજ પોતે કારખાનામાં કામે હતો અને પત્ની, બાળકો ઘરે હતા. દરમિયાન બપોરના અઢી વાગ્યે પત્નીનો ફોન આવ્યો હતો કે, દીકરી ઘરેથી વસ્તુ લેવા જવાનું કહી હજુ સુધી પાછી આવી નથી આથી યુવકે ઘરે પહોંચી આસપાસના વિસ્તાર અને સગા સંબંધીના ઘરે તપાસ કરતા પુત્રીની કોઈ ભાળ ન મળી ન હતી. તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે શકમંદ જગન્નાથ ઇતવારી(રહે ઉત્તરપ્રદેશ) નો પુત્રીને સાથે લઈ ગયો છે. પરંતુ આ બાબતે પુરી ખાતરી નથી. પોલીસે ગુમ તરુણીના પિતાની ફરિયાદના આધારે શકમંદ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News