રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરીના સ્ટાફ માટે આરોગ્ય તપાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. કુલ 362 કર્મચારીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી તેમાંથી 133 ને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ હોવાનું ખુલવા પામ્યું હતું.
એનસીડી સેલ, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં એનસીડી (બિન-સંચારી રોગો) જાગૃતિ અને તપાસણી કાર્યક્રમ યોજાયા હતા. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરી ખાતે એનસીડી સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરાયું હતું.
આ તકે ૩૬૨ સરકારી કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૯૦ હાયપરટેન્શનના અને ૪૩ ડાયાબિટીસના કેસ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત જિલ્લાના તમામ આરોગ્ય પેટા કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે પણ વિવિધ જાગૃતિ અને તપાસણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્યત્વે એનસીડી જાગૃતિ સત્રો અને યોગ સત્રોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઇ સ્વસ્થ જીવનશૈલી અંગે માહિતી મેળવી હતી. આ તમામ કેન્દ્રોમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ અને સામાન્ય આરોગ્ય તપાસણી કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર અભિયાનનું આયોજન કરાયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેન્શન સાથે મોંઘવારી સારવાર ખર્ચ આપવા જીઇબી નિવૃત કર્મચારીઓની માંગ
June 17, 2025 11:32 AMગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી
June 17, 2025 11:21 AMગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech