ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં ગુજરાત વહીવટી સેવા (GAS) વર્ગ-૧ (જુનિયર સ્કેલ) સંવર્ગના અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. સચિવાલય, ગાંધીનગર ખાતેથી ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી સત્તાવાર અધિસૂચના (ક્રમાંક: નમક/૧૦૨૦૨૬/૧/ડી.૧) અનુસાર કુલ ૧૪૪ જેટલા અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી તેમજ નવી જગ્યાઓ પર નિમણૂંક કરવામાં આવી છે. આ વ્યાપક બદલીઓમાં વિવિધ જિલ્લાના નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.

મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલી યાદી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને નગરપાલિકા/મહાનગરપાલિકાઓમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. બદલી પામેલા મુખ્ય અધિકારીઓની વિગતવાર વિગતો નીચે મુજબ છે:
રાજકોટના પ્રાંત ઓફિસર ચાંદની પરમારને બઢતી આપી જુનાગઢમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે મુકાયા છે.

પલક આર. ત્રિવેદી: નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-૧, સુરત) માંથી બદલી કરીને પ્રાંત અધિકારી, ખેડબ્રહ્મા (જિ. સાબરકાંઠા) તરીકે નિમણૂંક
બી. કે. રાઠોડ: નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસાણા) માંથી નાયબ કલેક્ટર (MDM-અમદાવાદ મહાનગરપાલિકા) તરીકે બદલી.
એ. બી. જાદવ: પ્રાંત અધિકારી (ભુજ, જિ. કચ્છ) થી નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસાણા) તરીકે બદલી.
મહેશ જે. નાકિયા: પ્રાંત અધિકારી (અમરેલી) માંથી બદલી કરીને પ્રાંત અધિકારી (ભુજ, જિ. કચ્છ) ની જવાબદારી સોંપાઈ.
પારસ એ. ચૌહાણ: નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વડોદરા) થી પ્રાંત અધિકારી (લાઠી, જિ. અમરેલી) તરીકે નિયુક્તિ.
મનહરભાઈ ડી. દેસાઈ: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (પોરબંદર) માંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વડોદરા) તરીકે બદલી.
રિપલબેન એમ. ચૌધરી: નાયબ જિલ્લા વિકાસ અધિકારી (નવસારી) માંથી નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-૧, સુરત) તરીકે મૂકાયા.
એન. એન. સાવણી: પ્રાંત અધિકારી (સુરત સિટી-ઉત્તર, અડાજણ) થી નાયબ જિલ્લા વિકાસ અધિકારી (નવસારી) તરીકે સ્થળાંતર.
કેતુલ ટી. ઇટાલીયા: નાયબ કલેક્ટર-૨ (કલેક્ટર કચેરી, નવસારી) માંથી બદલી કરીને નાયબ કલેક્ટર-૧ (કલેક્ટર કચેરી, સુરત) ની જવાબદારી સુપ્રત કરાઈ.
સંદીપ જે. ગાયકવાડ: પ્રાંત અધિકારી (વ્યારા, જિ. તાપી) માંથી નાયબ કલેક્ટર-૨ (કલેક્ટર કચેરી, નવસારી) તરીકે નિયુક્ત.
ડી. એમ. બગસરીયા: SLAO-યુનિટ ૪ (કલેક્ટર કચેરી, સુરત) થી બદલી કરીને પ્રાંત અધિકારી (વ્યારા, જિ. તાપી) બનાવાયા.
વી. બી. ખૈતાન: નાયબ કલેક્ટર-૧ (કલેક્ટર કચેરી, નર્મદા) થી SLAO-યુનિટ ૪ (કલેક્ટર કચેરી, સુરત) ખાતે સ્થળાંતરિત કરાયા.

આ ઉપરાંત અન્ય મહત્વના ફેરફારોમાં વિશાલકુમાર એચ. પટેલને નાયબ મ્યુનિસિપલ કમિશનર (વાપી), ભાવદીપસિંહ એ. જાડેજાને નાયબ કલેક્ટર (સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા), અને પ્રિતીશ કે. પટેલને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (સુરત) તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ અભિષેક આર. સિંહાની બદલી પ્રાંત અધિકારી (મુંદ્રા, જિ. કચ્છ), બી. એચ. ઝાલાની નાયબ DDO (મોરબી) અને હરેશભાઈ ટી. મકવાણાની નાયબ કલેક્ટર-૧ (મહીસાગર) તરીકે નિમણૂંક કરાઈ છે.

અધિસૂચનામાં અગાઉના અમુક હુકમોમાં સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. જેમાં અગાઉ ૨૭/૦૩/૨૦૨૬ના રોજ થયેલા હુકમ સંદર્ભે અમિતકુમાર જી. ગામીતની બદલીનો હુકમ મૂળ અસરથી રદ કરી તેમને મદદનીશ નિયામક (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર) ની જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૨૭/૦૫/૨૦૨૬ના હુકમમાં અંશતઃ ફેરફાર કરીને શ્રી વાય. પી. ગઢવીને નાયબ કલેક્ટર-૧ (દેવભૂમિ દ્વારકા) ને બદલે હવે પ્રાંત અધિકારી (દ્વારકા) તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

તેમજ, કેતન એલ. ચાવડા (મામલતદાર વર્ગ-૨) ને મહેસૂલ વિભાગના નિયમો અનુસાર સંભવ્ય તારીખથી ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧ સંવર્ગમાં બઢતી આપીને જિલ્લા પુરવઠા અધિકારી (ભાવનગર) ની ખાલી જગ્યા પર નિમણૂંક આપવામાં આવી છે. સરકારના સંયુક્ત સચિવ સચિન પટવર્ધન તેમજ ઉપસચિવ (સેવા) ઋતવિજ સોનગરાના હસ્તાક્ષરથી બહાર પાડવામાં આવેલી આ અધિસૂચનાની નકલ તમામ સંબંધિત વિભાગો, કલેક્ટર કચેરીઓ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ચાર્જ સંભાળવા અંગે મોકલી આપવામાં આવી છે.



