રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગઇકાલે શહેર પોલીસ દ્વારા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં સઘન પેટ્રોલીંગ અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શહેરભરની પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મેગા ડ્રાઇવ દરમિયાન ગેરકાયદે હથિયાર સાથે ફરતા તેમજ કેફી પ્રવાહી પીધેલા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી હતી અને આ સઘન ડ્રાઇવ દરમિયાન પોલીસે છરી સાથે ૧૫ શખસોને તથા દારૂ પી વાહન ચલાવનાર સહિત ૨૧ શખસો નશાની હાલતમાં ઝડપી લીધા હતાં. મેગા ડ્રાઇવ દરમિયાન પોલીસે કુલ ૩૬ કેસ કર્યા હતા. આ ઉપરાંત સંખ્યાબંધ વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતાં.
શહેર પોલીસ દ્વારા ગઇકાલે યોજાયેલી મેગા ડ્રાઇવ દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે છરી સાથે કુલ ૫ શખસોને ઝડપી લીધા હતા. જેમાં રાજકુમાર શિતોલચોંદ મલીક, પ્રવિણ રત્નાભાઈ ચૌહાણ, દાનીશ જુબેર દસાણીયા, સહાડેબ હેમબરામ બૈદયનાથ હેમબરામ અને જયદેબ વેસરા ભરત વેસરાનો સમાવેશ થાય છે. પ્રદ્યુમનનગર પોલીસે ૨ શખસો ગણેશ કારીભાઈ સાહની અને સંજય રાજુભાઈ પરમારને ઝડપી પાડ્યા છે, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને છરી સાથે ફારૂક બસીરભાઈ મલેકને પકડ્યો છે, ગાંધીગ્રામ-૨ પોલીસે છરી સાથે સાગર નાગજી ધુરકાને ઝડપ્યો છે, માલવીયાનગર પોલીસ સ્ટેશને છરી સાથે ધર્મેશ સુરેશ રત્નેશ્વરને પકડ્યો છે, બી ડિવિઝન પોલીસે દીપક ભરતભાઈ સરવૈયાને, આજી ડેમ પોલીસે મનસુખ નાનજી પરમારને ઝડપી લીધો હતો. રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે છરી સાથે કુલ ૩ શખ્સો હકીમ ઇસ્માઇલ બુકેરા, વિજય હંસરાજ રાઠોડ અને હુશેનઅલી ગુલેબભાઈ ફકીરને ઝડપી લીધા છે.
પોલીસની આ વિશેષ ડ્રાઇવ દરમિયાન દારૂ પી વાહન ચલાવનાર સહિતના નશો કરનાર શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતાં. જેમાં એ ડિવિઝન પોલીસે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ઇશાન રાહુલ ગૌસ્વામી, ઇદ્રીશ અલી શેખ, મનસુખ બચુ બારૈયા, આકાશ રાજુ ગુરુનાણી અને દીનેશ ભુરા પરમારનો સમાવેશ થાય છે, બી ડિવિઝન પોલીસે કમલેશ બાબુ સોલંકી અને સંદીપ માવજી મોટાણીને પકડ્યા છે, કુવાડવા રોડ પોલીસે પાંચ શખસોને ઝડપી લીધા હતા મનસુખ રઘુ મેટાળીયા, ધર્મેન્દ્રકુમાર જવાહરલાલ શર્મા, અજય ધમેન્દ્ર પ્રજાપતિ, ક્રિપાલ બાબુ દેવાતકા અને રૂદલ સદામબ્રીજ પાલ ગડરીયાને ઝડપી લીધા હતા. ભક્તિનગર પોલીસે ચાર શખસો પરેશ જેરામ બુસા, અશ્વિન મનસુખ ઘાડવી, રાજેશ નરશી કાકડીયા અને શૈલેષ નરશી કાકડીયાને ઝડપી લીધા છે. થોરાળા પોલીસે રવી કિશોર માનસુરીયાને ઝડપ્યો છે, પ્રદ્યુમનનગર પોલીસે સુનીલ પરસોતમ સાવલાણી અને કરણ પરસોતમ વાણેકીયાને ઝડપી લીધા છે. ગાંધીગ્રામ પોલીસે ભીમબહાદુર મોતીસીંગ વિશ્વકર્મા અને બળવંત રમેશભાઈ ચૌહાણને પકડી પાડયા હતા. ગાંધીગ્રામ-૨ ની ટીમે પ્રવાહી પીધેલા કુલ ૩ શખ્સો સોહિલ સિકદર ખીરા, અનિલ આમ સોલંકી અને અનીલ દનેશી માડલીયાને ઝડપી લીધા હતા. માલવીયાનગર પોલીસે કેફી પ્રવાહી પીધેલા સુખદેવસિંહ જામભાઈ જાડેજા, આજી ડેમ પોલીસે મયુર રમેશ વાઘેલા અને સુનીલ પ્રવિણ જીલીયાને ઝડપ્યા છે જ્યારે તાલુકા પોલીસે રમેશ ધની કાઇનીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પીસીબીની દેશીદારૂના ધંધાર્થીઓ પર ધોંસ: મહિલાઓ સહિત નવ ઝડપાયા
પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમે દેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી હતી. અલગ અલગ નવ સ્થળે દરોડા પાડી રૂ. 37,800 ની કિંમતનો દેશી દારૂનો જથ્થો ઝડપી લઇ મહિલાઓ સહિત નવ ધંધાર્થીઓ સામે ગુના દાખલ કર્યા હતા. જેમાં રૈયાધાર મફતિયાપરામાં સોનલબેન વિક્રમભાઈ વજેલીયા, મહેશ રામુભાઇ વડેચા, હનુમાન મઢી પાસે બટુક વેલજીભાઈ જખાણીયા, શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એરીયા નદી કાઠે પ્રદીપ ઉર્ફે રઘુ અરજણભાઈ સાવલિયા, ખોખડદડ જવાના રસ્તે શાંતાબેન કરશનભાઈ જખાણીયા, કે.કે.વી હોલ પાસે મફતિયાપરામાં રાજુ ગોવિંદભાઈ મકવાણા, માલધારી સોસાયટી શેરી નંબર 10 માં ધર્મેન્દ્રસિંહ મંગળસિંહ રાયજાદા, કોઠારીયા સોલવન્ટ પાસે જીવતીબેન વિનુભાઈ પરમાર અને સ્વાતિ પાર્ક મેઇન રોડ પાસેથી હંસાબેન રામજીભાઈ વાઘેલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. જે કામગીરીમાં પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર.કે.જાડેજા તથા સ્ટાફ સાથે રહ્યો હતો.