BREAKING NEWS

ગુજરાતની ગરિમાને કલંકિત કરતી ઘટના...બે નરાધમે 15 વર્ષની સગીરાનો 3 કલાક દેહ પીંખ્યો, પિતા લારી ચલાવે છે

  • January 09, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતની ગરિમાને કલંકિત કરતી ઘટના વડોદરા શહેરમાં બની છે. ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકે રૂમમાં લઈ જઈ ત્રણ કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના માતાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતના માતાની ફરિયાદના આધારે બન્ને આરોપીને દબોચી લીધા છે.


પોલીસ પર આક્ષેપો

મોડીરાતે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયાં હતાં. પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજો અને સમાજના આગેવાને જણાવ્યું કે, ફરિયાદ નોંધાવવા ગયેલા પરિજનોને પોલીસે તગેડી મૂક્યાં હતાં. જે બાદ સમાજનો અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચતાં પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી.


પોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં નહોતી આવતી

ન્યાયની માગ સાથે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને 2 છોકરાએ બોલાવી હતી અને ઘરમાં લઈ જઇને બે-ત્રણ કલાક તેની સાથે રેપ કર્યો હતો. હું લારી ચલાવી રહ્યો હતો. મારી પર ફોન આવ્યો ત્યારે હું ઘરે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં નહોતી આવતી. અમારી પત્ની સીધીસાદી છે, એટલે તેને કોઈ સાંભળતું નહોતું. જ્યારે હું અને બીજા ચાર-પાંચ માણસો અને ઘરના લોકો આવ્યા હતા, ત્યારે જઈને મારી ફરિયાદ લેવામાં આવી હતી. અમારી માગ એ જ છે કે, તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ. અમને ન્યાય જોઈએ છે.


પોલીસે બન્ને આરોપીને દબોચી લીધા

હાલમાં સમગ્ર માલે ફતેગંજ પોલીસે પીડિતાના માતાની ફરિયાદના આધારે આરોપી હર્ષિત મેકવાન અને હેપ્પીની ઝડપી પાડ્યા છે. જ્યારે ભોગ બનનાર 14 વર્ષની સગીરાનું મેડિકલ કરાવવા માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં મોડીરાતે સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યાં હતાં અને ન્યાયની માગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application