રાજ્ય સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ, GAS (ગુજરાત વહીવટી સેવા) કેડરના 31 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, મહેસૂલ વિભાગના પાયાના એકમ ગણાતા 12 મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે. આ ફેરફારથી વિવિધ જિલ્લાઓના વહીવટી સમીકરણોમાં ફેરફાર જોવા મળશે. આ બદલીઓ આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવી હોવાની પણ ચર્ચા ઉઠી છે.

બઢતી સાથે બદલી અને મહત્વની નિમણૂંકો
મામલતદાર કેડરમાં માત્ર બદલી જ નહીં, પરંતુ 32 જેટલા મામલતદારોને બઢતી આપીને અલગ-અલગ જગ્યાએ મુકવામાં આવ્યા છે. આ બદલીઓમાં રાજકોટના વહીવટી માળખામાં પણ ફેરફાર થયો છે. રાજકોટ ગ્રામ્યના ડેપ્યુટી કલેક્ટર ઇશિતા મેરની બદલી કરવામાં આવી છે, તેમને હવે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પ્રાંત અધિકારી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application