BREAKING NEWS

ખંભાળીયામાં એલ્યુમીનીયમ ડીશ ચોરીમાં ૪ શખ્સની અટકાયત

  • October 29, 2026 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયામાં એલ્યુમીનીયમ ડીશ ચોરીમાં ૪ શખ્સની અટકાયત


રાજકોટના નાયબ પોલીસ મહાનીરીક્ષક નિલિંપ્ત રાય તથા દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા દેવભુમી દ્વારકા જીલ્લામાં બનતા મિલકત સંબધી તથા ગંભીર પ્રકારના ગુન્હાઓ અંગે સચોટ અને ઉંડાણપૂર્વકની તપાસ કરી ગ્રન્હાઓ અનડીટેક ન રહે તે સારૂ અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપવામા આવી હતી.

ખંભાળીથા પોલીસ સ્ટેશનમાં ભારતીયા ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબનો ગુન્હો તા.૨૬/૧૦/૨૦૨૬ ના વાગ્યે જાહેર થયેલ હોય,જે ગુન્હાના કામે ફરીયદી બજરંગ પાવર પ્રા.લી મા સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોઇઅને પોતાની કંપનીનો માલસામન રાખવા માટે અશોક મીલ કમ્પઉન્ડમા આવેલ ગોડાઉન ભાડે રાખેલ, જેઓની કરીયાદ જણાવ્યા મુજબ અજાણ્યા ચોર ઇસમ દ્વારા બજરંગ પાવર પ્રા.લી દ્વારા ભાડે રાખેલ ગોડાઉનમા રાખેલ એલ્યુમીનીયમ ડીસ નંગ-૬૭૦ જેની કીમત ૪,૩૪,૮૩૦ ની કોઇ અજાણ્યા ચોર ઇસમએ ચોરી કરી લઇ ગયેલની ફરીયાદ જાહેર થયેલ હતી.

જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક પખર કુમાર ખંભાળીયા વિભાગ, ખંભાળીયા નાઓએ ખંભાળીયા પો.સ્ટે.ના પો.ઇન્સ. સી.આર.રાણા તથા સર્વેલન્સ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ ડી.એ.વાળા તથા સર્વેલન્સ સ્ટાફને ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મદામાલ તથા આરોપીઓને શોધી કાઢવા સચના તથા માર્ગદર્શન આપેલ.

જે અનુસંધાને ખંભાળીયા પો.સ્ટે.ના પો.ઇન્સ. સી.આર.રાણા દ્વારા વધુ તપાસ માટે સર્વેલન્સ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ ડી.એ.વાળા નાઓને તપાસ સોપતા સર્વેલન્સ સ્ટાફ સાથે મળી ઉપરોકત ગુન્હાના સી.સી.ટી.વી. કેમેરા તથા બનાવ સ્થળ આસપાસના કેમેરા ચેક કરેલ તેમજ બનાવવાળી જગ્યાની આજુબાજુ પસાર થતા મજુરો તથા વાહનો ઉપર જ‚રી વર્ક આઉટ કરી તથા ટેક્નિકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ દરમ્યાન સર્વેલન્સ સ્ટફના પો.ફેડ.કોન્સ.કાનાભાઇ રાણાભાઇ લુણા તથા એ.એસ.આઇ. હેમતભાઇ નથભાઇ નંદાણીયા તથા પો.કોન્સ અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા તથા પો.ફેડ.કોન્સ સામતાભાઇ પબભાઇ ગઢવી નાઓને ચોક ્ક ખાનગી રાહે મળેલ હકિકત આધારે ખંભાળીયા પોલીસ સ્ટેશનના ઉપરોકત ગુન્હાના કામે આરોપીઓને પકડી લીધા હતા.
આરોપીઓએ એલ્યુમીનીયમ ડીસ ચોરી કરી અશોક મીલ કમ્પઉન્ડ પાછળ આવેલ જાડી જાખારામા છુપાવેલ હોઇ,તેવી હકીકત મળતા પો.સબ.ઇન્સ દ્વારા લોખંડના સળીયા નંગ-૯૭૦ જેની કી,‚ા ૧૩,૪૦૦ ગણી કબ્જે કરેલ તથા બાદ આરોપીઓના રીમાન્ડ મજુરી થતા આરોપીઓની વધુ પુછપરછ કરતા જણાવેલ ચોરાયેલ એલ્યુમીનીયમ ડીસ ખંભાળીયા ખાતે આવેલ ભાગરના વાળામા વેચી નાખેલ હોઇ જેથી આરોપી સાથે રાખી ભાંગરના વાડામા તપાસ કરતા,વાડામાથી એલ્યુમીનીયમ ડીસ નં-૬૭૦ જેની કી.રૂ-૪,૩૪,૮૩૦ના મુદામાલ રીકવર કરેલ છે.

પકડાયેલ આરોપીઓમાં વેલજીભાઇ મનજીભાઇ વાઘેલા ઉવ.૫૮ ધંધો-મજુરી રહે.સોનલ માતાજીના મંદીર પાસે રેલ્વેના પાટ પાસે ઝુપડામા ખંભાળીથા, સંજથભાઇ જગશીભાઇ વાજીલીથા ઉવ.૨૫ ધંધો-મજુરીકામ રહે.શેઠનગર ઝુપડ પટીમા નવા પીજીવીસીએલ પાસે માધાપર રાજકોટ જી-રાજકોટ, ધરમશીભાઇ પ્રેમજીભાઇ જખાનીયા ઉવ.૩૪ ધંધો-મજુરીકામ રહે. શેઠનગર ઝુપડ પટીમાં માધાપર રાજકોટ આરોપી નં(૪)રાહુલભાઇ પ્રેમજીભાઇ વાજીલીયા ઉવ.૨૭ ધંધો-મજુરીકામ રહે.શેઠનગર ઝુપડ પટીમા માધાપર રાજકોટ જી-રાજકોટનો સમાવેશ થાય છે.
પકડવાના બાકી આરોપીઓમાં વલ્લભાઇ વાજીલીયા રહે.શેઠનગર ઝપડ પટીમા માધાપર રાજકોટ તથા સામરાભાઇ મંગાભાઇ મધુડા રહે. ખંભાળીયા (ભાંગારના વાળા વાડો) નો સમાવેશ થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application