BREAKING NEWS

શેરબજારમાં હરિયાળી: સેન્સેક્સમાં 920 પોઇન્ટ ઉછળ્યો, જાણો તેજી પાછળના કારણો

  • October 29, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય શેરબજારમાં આજે અચાનક જોરદાર તેજી જોવા મળી હતી. શરૂઆતમાં ધીમી ગતિએ કારોબાર કરી રહેલા સેન્સેક્સ અને નિફ્ટીએ એક કલાકની અંદર જ જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોનો સેન્સેક્સ ૯૨૦ પોઇન્ટ ઉછળીને 74,166ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 150થી વધુ પોઇન્ટ વધીને 22,874ના સ્તરે પહોંચ્યો હતો. બજારમાં આવેલી આ તેજી પાછળ અમેરિકાની ફેડરલ રિઝર્વની નીતિ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની ખરીદી મુખ્ય કારણો માનવામાં આવે છે.

અગાઉના કારોબારી દિવસે થયેલા ઘટાડામાંથી બહાર આવતાં આજે બંને મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ અગાઉના બંધ સ્તર 73,246ની સરખામણીએ સામાન્ય વધારા સાથે 73,268 પર ખુલ્યો હતો. ત્યારબાદ ખરીદી વધતાં તે ઝડપથી 73,862 સુધી પહોંચ્યો હતો.

નિફ્ટી પણ અગાઉના બંધ સ્તર 22,690ની સામે 22,874 સુધી ઉછળ્યો હતો. બજારમાં વિવિધ ક્ષેત્રોના શેરોમાં ખરીદી જોવા મળતાં રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો હતો.

લાર્જકેપ શેરોમાં અદાણી પોર્ટ્સના શેરમાં 4.10 ટકા, પાવર ગ્રીડમાં 4.05 ટકા, કોટક બેંકમાં 3.10 ટકા અને આઈટીસીમાં 2.50 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત ઇટર્નલના શેરમાં 2.36 ટકા અને એચયુએલમાં 2.10 ટકાની તેજી જોવા મળી હતી. જિયો પ્લેટફોર્મ્સના શેરમાં પણ 4.10 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં એપોલો પાઇપ્સ લગભગ 3 ટકા, પેટીએમ 2.90 ટકા અને નાયકાના શેરમાં 2 ટકાનો વધારો થયો હતો.

સ્મોલકેપ શેરોમાં અક્યુટાસ 6.50 ટકા, ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ 5 ટકા, મણપ્પુરમ ફાઇનાન્સ 4.50 ટકા અને સિટી યુનિયન બેંક 4.20 ટકા વધ્યા હતા.

અમેરિકન ફેડરલ રિઝર્વનો નિર્ણય: અમેરિકાની ફેડરલ રિઝર્વે બુધવારે નીતિગત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નહોતો અને તેને 3.75થી 4 ટકાની રેન્જમાં સ્થિર રાખ્યા હતા. આ નિર્ણયથી બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો: બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને પ્રતિ બેરલ 113 ડોલર થયો હતો. ભારત ક્રૂડ ઓઇલનો મોટો આયાતકાર હોવાથી ભાવમાં ઘટાડો મોંઘવારી અને આયાત ખર્ચ અંગે રાહત આપી શકે છે.

વિદેશી રોકાણકારોની ખરીદી: અગાઉના કારોબારી દિવસે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આશરે રૂ. 900 કરોડના શેર ખરીદ્યા હતા. તેમની ખરીદીએ બજારમાં વિશ્વાસ વધારવામાં મદદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application