ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાલના કાળાતળાવ ગામે જાહેર રોડ પે જુગાર રમી રહેલી ચાર મહિલાને રોકડ રૂ.૧૬,૯૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર જિલ્લાના કાળાતળાવ ગામે શાંતીનગરમાં રહેતી આરતીબેન કાંતીભાઈના ઘર સામે જાહેર રોડ ઉપર અમુક લોકો કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરી હારજીતનો હાથકાપનો જુગાર રમી રહેલી હંસાબેન રાજુભાઈ રાઠોડ (ઉ.વ.૫૦ રહે. ખેડુતવાસ, કોળી જ્ઞાતીનો ઓટલા પાસે, હનુમાનજી મંદિર પાસે, ભાવનગર),નાનીબેન રવિભાઈ વેગડ (ઉ.વ.૩૦ રહે. ખેડુતવાસ, મફતનગર, રામાપિરના મંદિર પાસે, રામભાઈની પાનમાવાની દુકાન પાસે, ભાવનગર),
સંગીતાબેન દિનેશભાઈ મેર (ઉ.વ.૪૫ રહે.ખેડુતવાસ, મેલડીમાની ધાર, મફતનગર, ભાવનગર) અને આરતીબેન જીવાભાઈ સોલંકી (ઉ.વ.૨૯ રહે.ખેડુતવાસ, સવા ભાઈનો ચોક, રજપુત સોસાયટી, ભાવનગર)ને રોકડા રૂ.૧૬,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરતો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરુધ્ધસિંહ ગોહીલ, વિરેંદ્રસિંહ ગોહીલ, જાગૃતિબેન કુંચાલા, એજાજખાન પઠાણ, જયદિપસિંહ ગોહીલ અને માનદિપસિંહ ગોહીલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન ૩૮ ડીગ્રી
May 01, 2025 04:43 PMકેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું
May 01, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech