BREAKING NEWS

રાજકોટમાં પોલીસ 6 જગ્યાએ ત્રાટકી, 15 મહિલા, બ્રોકર, વેપારી સહિત 42 જુગારીઓને ઝડપ્યા

  • August 31, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી ઉઠી હોય તેમ જુગારના છ દરોડામાં ૧૫ મહિલાઓ સહિત ૪૨ શખસોને ઝડપી લીધા હતાં. જુગારના દરોડા દરમિયાન રોકડ, મોબાઇલ સહિત રૂ. ૨,૪૭,૧૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ કે.કે.ગોહિલની રાહબરી હેઠળ પીએસઆઇ આઇ.એ.બેલીમ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ. નિલેશભાઇ વાવેચા, મુન્નાભાઇ ઠાપા અને કોન્સ. ઉમેશભાઇ જોશીને મળેલી બાતમીના આધારે વેજાગામની વાડીમાં બાવળિયાની જાડીની આડમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં. જેમાં મુકેશ કિશોરભાઈ સંપત(રહે હનુમાન મઢી ચોક), રૂપેશ જગુભાઈ ખાચર(રહે બિગ બજાર પાછળ), ગોવિંદ જીવાભાઈ ખાતરા(રહે પાંજરાપોળ), રણજીત કાનજીભાઈ વાઢેર (રહે કુવાડવા રોડ)ને પકડી પાડ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧,૨૬,૨૦૦ની રોકડ કબજે લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જેમાં મુકેશ બ્રોકર હોવાનુ અને ગોવિંદ દુધનો વેપારી હોવાનું માલુમ પડયું છે.


એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે શહેરના રામનાથપરા ભવાનીનગર મેઇન રોડ પર સુલભ શૌચાલય પાસે જાહેરમાં જુગાર રમતા 10 શખસોને ઝડપી લીધા હતા. જેમાં ઇમરાન ટોયા, ભરત વાઘેલા, વિજય ચારોલીયા, ઝફર મકરાણી, ફેઝલ ચાનીયા, હરેશ ચૌહાણ, રાકેશ રાઠોડ, ચિરાગ મકવાણા, રાજુ પરમાર અને હકો ઉર્ફે ચંદ્રેશ કેસરાણીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 21,600 કબજે કર્યા હતા. બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પાંજરાપોળ શેરી નંબર 14 વાળી શેરીમાં હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતા. જેમાં મુકેશ સનુરા, રફીકસા ફકીર, વિવેક વાઘેલા અને ચમન દેગામાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 14,420 કબજે કર્યા હતા.


કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ખોરાણા ગામ પાસે વાડી વિસ્તારમાં ડેમો ડુંગર પાસે આવેલા ખેતરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા જેમાં રાયસીંગ રોડિયા, ખીમજી સોલંકી, નરેશ જાખલીયા, અજય સોલંકી, બટુક હાડગરડા, મહેશ સોલંકી, રામા ઓળકીયા અને રોહિત ચૌહાણનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રૂ. 26,300 કબજે કર્યા હતા.


પ્ર.નગર પોલીસે જંકશન કો. ઓપ. સોસાયટી શેરી નંબર ૧માં આવેલ મકાનમાં જુગાર રમતા મકાન માલિક ટ્વિન્કલબેન નીરજભાઈ તલરેજા, ઉષાબેન ગુરુમુખદા ખટવાણી(રહે જુલેલાલ નગર), લક્ષ્મીબેન ગુલાબભાઈ મેઘાણી (રહે રેલનગર), તનસાબેન વિશાલભાઈ દાવડા, હંસાબેન કનૈયાલાલ દાવડા(બન્ને રહે રેલનગર), મીનાક્ષીબેન કમલભાઈ ગંગલાણી, દીપિકાબેન દિનેશભાઈ ગંગલાણી (ત્રણેય રહે સિંધી કોલોની), કનૈયાલાલ દયાલભાઈ દાવડા(રહે પોપટપરા સ્મશાન સામે)ને રૂ.૧૪૪૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. જયારે પ્ર.નગર પોલીસે અન્ય દરોડામાં ભીસ્તિવાડ જિલાની હાર્ડવેર વાળી શેરી જંકશન મેઇન રોડ પાસે આવેલ રહેણાંક મકાનના જુગાર રમતા રજીયાબેન ઉમરભાઈ નોડે (રહે દૂધ સાગર રોડ), પૂજાબેન નાનજીભાઈ કુગસીયા(રહે કોઠારીયા સોલવન્ટ), શકીલાબેન સબીરભાઈ કાદરી(રહે રૈયા રોડ બ્રહ્મ સમાજ ચોક), મનિષાબેન જીતભાઈ વાસાણી (રહે ગોકુલ પાર્ક સહકાર મેન રોડ), પૂજાબેન મનસુખભાઈ મકવાણા(રહે કોઠારીયા રોડ), સરોજબેન વિજયભાઈ સોનરાત(રહે કર્મચારી સોસાયટી), જીન્નતબેન નૂરઅહેમદભાઈ સુંભણીયા(રહે રહે દૂધસાગર રોડ)ને પકડી રોકડ, મોબાઈલ સહિત કુલ રૂ.૪૪૨૪૦નો મુદ્દામાલ કબજે લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application