BREAKING NEWS

ટેન્કરે કારને અડફેટે લેતા લોધિકાના ઇલેક્ટ્રીક ટેકનિશિયનનું મૃત્યુ, 50 લાખ વળતરનો વીમા કંપનીને હુકમ

  • August 31, 2026 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકાના દેવળા ગામે કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીના ઇલેક્ટ્રિકલ ટેકનિશ્યનનું ધોલેરા પાસે ટેન્કર - કાર અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ થવાના માત્ર 17 માસ પહેલાંના કેસમાં રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ દ્વારા રૂપિયા 50 લાખનું વળતર મંજૂર કરવામાં આવ્યું છે.

આ અંગેની હકીકત મુજબ, લોધીકા તાલુકાનાં દેવળા ખાતે ગૌતમ કાસ્ટિંગ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી.માં ઈલેક્ટ્રિકલ ટેકનિશિયન તરીકે નોકરી કરતા અને ધોલેરા તાલુકાનાં હેબતપુર ગામના વતની જગદીશભાઈ ધનજીભાઈ ધરજીયા ગત તા. ૧૭/ ૦૨/ ૨૦૨૫નાં રોજ કાર લઈ ભાવનગર હાઈવે પર જતા હતા, ત્યારે જીજે- ૨૧-ડબલ્યુ- ૧૫૮૨ નંબરના ટેન્કરચાલકે રોંગ સાઈડમાં ચલાવીને કારને ઠોકરે લેતા ગંભીર ઈજા થતાં જગદીશભાઈનું ઘટના સ્થળે મૃત્યું નીપજ્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તા.૨૪/ ૦૩/ ૨૦૨૫નાં રોજ ટેન્કરનાં માલિક અને વીમા કંપની સામે કલેઈમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બાદ કલેઈમ કેસ ચાલવા પર આવતા ગુજરનારની પગાર સ્લીપમાં પીએફ નંબર અને ઇએસઆઇ નંબર ન હોવાની સામાવાળાની દલીલ કોર્ટ દ્વારા માનવામાં આવી ન હતી. જ્યાં ગુજરનારનાં વારસદારો વતી વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ, સંદીપ એમ. રાઠોડ અને વિવેક ગઢવી દ્વારા કરવામાં આવેલી દલીલોમાં મૃતક ગૌતમ પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતાં. ગુજરનારની આવક સાબિત કરવા કંપનીનાં અધિકારીને તપાસવામાં આવેલ અને કંપની તરફથી ગુજનારની પગાર સ્લીપ, સર્ટિફિકેટ કોર્ટમાં રજુ કરાવવામાં આવેલ તેમજ મળવાપાત્ર કુલ પગારની નુકશાની તેમનાં વારસદારોને ગયેલ છે, અરજદારનાં વકીલની મજબુત દલીલો ધ્યાનમાં રાખી ટ્રિબ્યુનલ દ્વારા ગુજરનારની ઉંમર અને ૪૦% ફયુચર પ્રોસ્પેકટીવ આવક ધ્યાનમાં લઈને વ્યાજ સહીત રૂા.૫૦ લાખથી વધારે વળતરની રકમ મંજુર કરવામાં આવી છે. રાજકોટ કલેઈમ કેસનાં નિષ્ણાંત વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ,સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી),, આસિસ્ટન્ટ તરીકે, દિનેશ ડી. ગોહેલ, જતીન પી. ગોહેલ અને જયેશ મકવાણા વગેરે રોકાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application