BREAKING NEWS

થ્રી-એમનું 50 વર્ષ જૂનું પાપ: ઓસ્ટ્રેલિયા સરકારે ફટકાર્યો રૂ.13,561 કરોડનો દાવો

  • August 20, 2026 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયાના સિડનીથી મળેલા અહેવાલો મુજબ, બહુરાષ્ટ્રીય મેન્યુફેક્ચરિંગ દિગ્ગજ કંપની થ્રી-એમ સામે ઓસ્ટ્રેલિયન સરકારે બે અબજ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે રૂ.૧૩,૫૬૧ કરોડ)નો નુકસાનભરપાઈનો દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં કોઈપણ કંપની સામે સરકારે કરેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દાવો છે. અદાલતમાં રજૂ કરાયેલા ૧,૬૦૦થી વધુ પાનાના ગુપ્ત દસ્તાવેજો પરથી એવો સંતોષકારક ખુલાસો થયો છે કે કંપનીને વર્ષ ૧૯૭૩થી જ સ્પષ્ટપણે ખબર હતી કે તેના 'પીએફએએસ' યુક્ત અગ્નિશામક ઉત્પાદનો મનુષ્યો, પ્રાણીઓ અને સમગ્ર પર્યાવરણ માટે અત્યંત વિનાશકારી તથા ઘાતક છે. આટલી ગંભીર બાબત જાણવા છતાં, કંપની પોતાના ફાયદા માટે આ કેમિકલ્સને 'સુરક્ષિત', 'બાયોડિગ્રેડેબલ' અને 'નોન-ટોક્સિક' (ઝેરમુક્ત) ગણાવીને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરના આર્મી તથા સંરક્ષણ મથકોને વેચતી રહી હતી.આ ઝેરી કેમિકલ્સ કઈ રીતે માનવ શરીરને નુકસાન પહોંચાડે છે તે અંગે મુખ્ય ચાર ગંભીર જોખમો સામે આવ્યા છે. જેમાં આ કેમિકલ્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શરીરના મુખ્ય અંગો જેવાં કે કિડની અને લીવરને કાયમી નુકસાન થવાનું મોટું જોખમ રહેલું છે, આ ઝેરી તત્ત્વો કેન્સર જેવા અસાધ્ય રોગ નોતરે છે તેમજ માનવ શરીરની પ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) પર સીધી વિપરીત અસર કરે છે, પ્રજનન ક્ષમતા અને શિશુ વિકાસ: ગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભમાં રહેલા બાળકના શારીરિક તથા માનસિક વિકાસ પર આ રસાયણો અત્યંત પ્રતિકૂળ અને નુકસાનકારક પ્રભાવ પાડે છે, આ રસાયણો પર્યાવરણમાં કુદરતી રીતે સરળતાથી નષ્ટ થતા નથી અને સદીઓ સુધી હવા, પાણી તથા જમીનમાં જળવાઈ રહે છે, તેથી જ તેને વિજ્ઞાનની ભાષામાં 'ફોરએવર કેમિકલ્સ' (કાયમી રસાયણો) કહેવામાં આવે છે.પર-એન્ડ પોલીફ્લોરોઅલ્કાઇલ સબસ્ટેન્સનો ઉપયોગ માત્ર અગ્નિશામક ફોમમાં જ નહીં, પરંતુ આપણા રોજિંદા જીવનમાં વપરાતા નોન-સ્ટિક વાસણો, વોટરપ્રૂફ કપડાં, ફૂડ પેકેજિંગ મટીરીયલ, કોસ્મેટિક્સ (સૌંદર્ય પ્રસાધનો) અને અનેક ઘરગથ્થુ પ્રોડક્ટ્સમાં બહોળા પ્રમાણમાં થાય છે. ગંભીર ચિંતાની વાત એ છે કે આ ઝેરી રસાયણોની હાજરી હવે ભારતમાં પણ નદીઓ અને ભૂગર્ભ જળ (ગ્રાઉન્ડ વોટર) માં મળી આવી છે, જે ભવિષ્યમાં માનવ સ્વાસ્થ્ય માટે એક મોટા સંકટનો સંકેત આપી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application