BREAKING NEWS

આજે ધનતેરસે 52 ટન સોનું, 300 ટન ચાંદી વેચાશે, ચાર લાખ કરોડ રૂપિયા સુધીની ખરીદીની શક્યતા

  • November 06, 2026 09:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધનતેરસ અને દિવાળીને લઈને દેશભરના બજારો સજ્જ છે. આ વર્ષે ધનતેરસના અવસરે વેપારનો નવો રેકોર્ડ બનવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે. વ્યાપારીઓની રાષ્ટ્રીય સંઘ (કેઈટ)ના અનુમાન મુજબ, આ તહેવારોની સિઝનમાં કુલ સાત લાખ કરોડ રૂપિયા સુધીનો જંગી વેપાર થઈ શકે છે, જેમાં એકલા ધનતેરસના પવિત્ર દિવસે જ ૩.૫૦થી ૪ લાખ કરોડ રૂપિયા સુધીનો કારોબાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.   


ગયા વર્ષે ધનતેરસના દિવસે અંદાજે ત્રણ લાખ કરોડ રૂપિયાનો વેપાર નોંધાયો હતો, જે આ વર્ષે ૧૫થી ૨૦ ટકા સુધી વધવાની પૂરી આશા છે. આ મોટા વેપારમાં વાહનો, મકાનો અને સોના-ચાંદીની ખરીદીનો હિસ્સો સૌથી મોટો રહેવાનો છે. આ જબરદસ્ત તેજીને કારણે વેપારીઓના ચહેરા પર પણ ભારે રોનક અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   


આ તહેવારોની સિઝનમાં વિવિધ વસ્તુઓની ખરીદીની અંદાજિત ટકાવારી જોઈએ તો પૂજા સામગ્રી, ફળ, મેવા અને અન્ય ચીજવસ્તુઓનો હિસ્સો ૩૩ ટકા જેટલો છે. આ ઉપરાંત, રોજિંદા વપરાશના સામાનનો હિસ્સો ૧૨ ટકા, સોના-ચાંદી તથા ઘરેણાંનો હિસ્સો ૧૦ ટકા, ઇલેક્ટ્રોનિક્સ અને વીજળીના સામાનનો હિસ્સો ૮-૮ ટકા, રેડીમેડ કપડાં તથા ગિફ્ટ આઈટમ્સનો હિસ્સો ૭-૭ ટકા, તેમજ ફર્નિચર અને ઘર સજાવટના સામાનનો હિસ્સો પાંચ-પાંચ ટકા જેટલો રહેવાનું અનુમાન છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વાહનો અને મકાનોના વેચાણમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો જોવા મળી શકે છે.   


સોના અને ચાંદીના બજાર પર નજર કરીએ તો, આ વર્ષે ધનતેરસ પર અંદાજે બાવન ટન સોનાના વેચાણ થવાની સંભાવના છે, જ્યારે ગત વર્ષે આ આંકડો ૩૬ ટનની આસપાસ હતો. નાણાકીય દ્રષ્ટિએ આ લગભગ ૭૫,૦૦૦ કરોડ રૂપિયાના સોનાની ખરીદી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, ચાંદીની બિક્રી પણ ગત વર્ષના ૨૫૦ ટન સામે વધીને આ વર્ષે 300 ટન સુધી પહોંચી શકે છે, જેનું મૂલ્ય અંદાજે ૫૦,૦૦૦ કરોડ રૂપિયા સુધીનું હોઈ શકે છે. આમ, આ ધનતેરસનો તહેવાર દેશના વેપાર અને અર્થતંત્ર માટે અત્યંત લાભદાયી અને સમૃદ્ધિ લાવનાર સાબિત થશે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application