BREAKING NEWS

યાત્રાધામોના વિકાસ માટે 550 કરોડની ફાળવણી, સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે થશે વિકાસ

  • February 18, 2026 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યના 2026 અને 27નું બજેટ રજૂ કરતા કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના યાત્રાધામના વિકાસ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જોગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.55 કરોડ જોગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે.

સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે રૂ.60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે રૂ.447 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ એક આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે, સોમનાથમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા 447 કરોડની ફાળવણી કરાઇ છે.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે

સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ 1 હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે.


સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે

સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને વિકાસ ભી, વિરાસત ભીના મંત્રને સાકાર કર્યો છે. વડાપ્રધાનના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન' તરીકે વિકસાવવાનો પ્લાન રજુ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News