રાજકોટ જેતપુરના નવાગઢમાં બળદેવધાર પાસે રહેતા પરિવારના મકાનમાંથી પિયા ૬.૯૫ લાખની ચોરી થયાનો બનાવ બન્યો છે. ગરમીના લીધે પરિવારના સભ્યો ઘર બહાર ખાટલામાં સુતા હોય દરમિયાન ઓશિકા નીચે રાખેલી ચાવી કોઈ શખસે સિફતપૂર્વક કાઢી લઇ મકાનમાંથી સોના–ચાંદીના દાગીના અને રોકડ પિયા ૨.૪૦ લાખ તસ્કરો ઉસેડી ગયા હતા. જે અંગે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે. જેતપુરના નવાગઢમાં કેનાલ કાંઠે બળદેવધારમાં રહેતા અને મજૂરીકામ કરનાર મંજુબેન ગોગનભાઈ વાઘેલા (ઉ.વ.૩૬) નામના મહિલાએ જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પરિવાર સાથે રહે છે જેમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પતિનું આઠેક વર્ષ પહેલાં બીમારી સબબ અવસાન થયું છે. ગઈ તા. ૨૪૫૨૦૨૬ ના સાંજના આશરે ૧૧ વાગ્યે ઉનાળાની સિઝન હોય ગરમી થતી હોય જેથી ઘરના મમાં તાળું મારી ઘરની બહાર આંગણામાં બે ખાટલા પાથરી એક ખાટલામાં મંજુબેન તથા તેનો પુત્ર અને બીજા ખાટલામાં તેની બે દીકરી કિરણ અને હેતલ સૂઈ ગયા હતા. ઘરના મને તાળું માયુ હતું જેની ચાવી ઓશીકા નીચે રાખી હતી. બીજા દિવસે સવારના સાતેક વાગ્યે ઊઠીને ઓશિકા નીચે રાખેલ ચાવી જોતા ત્યાં ચાવી ન હોય જેથી તુરતં જ ઘરમાં આવી જોતા તાળું ખુલ્લું હતું અને મમાં જઈ તપાસ કરતા કાંધી ઉપર રાખેલ લોખંડની બે પેટી પૈકીની એક પેટી જોવા મળી ન હતી અને બીજી પેટીમાં સામાન વેરવિખેર પડો હતો જેથી તુરતં તેમણે પોતાના પુત્રને ઉઠાડી ચાવી બાબતે પૂછતા તેમને ચાવી બાબતે કોઈ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં ઘરમાં તપાસ કરતા એક સોનાની પાંદડા ડિઝાઇન વાળી બુટ્ટી ૨૦ ગ્રામ કિંમત પિયા ૩,૦૦,૦૦૦, ચાંદીનું કડું ૫૦૦ ગ્રામ કિંમત પિયા ૧.૩૦ લાખ, ચાંદીની લકી ૧૦૦ ગ્રામ કિંમત પિયા ૨૫,૦૦૦ તેમજ મહિલાએ બચતના રાખેલ રોકડ પિયા ૨.૪૦ લાખ સહિત કુલ પિયા ૬.૯૫ લાખની ચોરી થયાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ચોરીના આ બનાવને લઈ જેતપુર ઉધોગનગર પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.