ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા ગઈ સાંજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં રાજ્યની જુદી જુદી અદાલતોના 70 જ્યુડિશિયલ ઓફિસરોને ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં બઢતી બદલીના કરાયેલા હુકમોમાં રાજકોટના બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ બીકે દાસોંદીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી સાથે વડોદરા ખાતે, ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ જેએસ પ્રજાપતિને બઢતી આપીને મહેસાણાના સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરવામાં આવી છે, આ ઉપરાંત રાજકોટના સાતમા સિનિયર સિવિલ જજ પી જે કાયસ્થને રાજકોટમાં જ 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે પંચમહાલ જિલ્લાના હાલોલના સિનિયર સિવિલ જજ ચેતનાબેન જયંતીલાલ પટેલને રાજકોટ 16 માં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે તરીકે, સુરતના દસમાં એડિશનલ સિનિયર સિવિલ જજ જીનલબેન વસંતભાઈ શાહને રાજકોટ ફેમિલી કોર્ટ જજ તરીકે અને સુરતના ચોથા એડિશનલ સિનિયર સિવિલ જજ દીપાબેન સંજય કુમાર ઠાકરને પણ રાજકોટ ફેમિલી કોર્ટ જજ તરીકે બઢતી અને બદલીના હુકમો થયા છે.
આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર,બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના ૧૫ જેટલા સિનિયર સિવિલ જજીસને પણ બઢતી સાથે બદલીના હુકમો થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીઆઇડીસીમાંથી રૂ.૧.૩૫ કરોડના વેરાની વસુલાત કરતું કોર્પોરેશન
June 17, 2025 11:40 AMપેન્શન સાથે મોંઘવારી સારવાર ખર્ચ આપવા જીઇબી નિવૃત કર્મચારીઓની માંગ
June 17, 2025 11:32 AMગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી
June 17, 2025 11:21 AMગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech