૭૫ કરોડ ભારતીયોને બસ એક જ ચિંતા, બેટરી ખતમ થઈ જશે તો?
૭૫ કરોડ ભારતીયોને બસ એક જ ચિંતા, બેટરી ખતમ થઈ જશે તો?
May 07, 2026 02:45 PM
ભારતીય સ્માર્ટફોન વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોન બેટરી લાઇફ વિશે વધુને વધુ ચિંતિત છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના એક નવા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે અને જણાવાયું છે કે દેશના ૭૫ કરોડ સ્માર્ટફોન વપરાશકર્તાઓમાંથી લગભગ ૯૦ ટકા લોકો યારે તેમની બેટરી ઓછી હોય છે ત્યારે ચિંતા અનુભવે છે. બેટરી ૫૦ થી ૩૦ ટકાની વચ્ચે આવતાની સાથે જ લોકો વધુને વધુ ચિંતિત થઈ જાય છે. આ બતાવે છે કે સ્માર્ટફોન આજે આપણા જીવનમાં કેટલો અભિન્ન બની ગયો છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના રિપોર્ટ મુજબ, બેટરી ટકાવારી ઘટતાં વપરાશકર્તાઓની ચિંતા ઝડપથી વધે છે. યારે બેટરી ૨૦ ટકાથી નીચે આવે છે ત્યારે લગભગ ૭૨ ટકા લોકો વધુ ચિંતિત થઈ જાય છે. લગભગ ૬૫ ટકા વપરાશકર્તાઓએ સ્વીકાયુ કે યારે તેમની બેટરી ઓછી હોય છે ત્યારે તેઓ ભાવનાત્મક અસ્વસ્થતા અનુભવે છે. વધુમાં, લગભગ ૬૫ ટકા લોકો નવો ફોન ખરીદતી વખતે બેટરીના પ્રદર્શનને મુખ્ય વિચારણા તરીકે ટાંકે છે. આ ડેટા સૂચવે છે કે બેટરી લાઇફ હવે ફકત એક સુવિધા નથી, પરંતુ વપરાશકર્તાના અનુભવનો એક મહત્વપૂર્ણ ઘટક છે.