BREAKING NEWS

માઉન્ટ યુનામ સર કરનાર જામનગરના નવ વર્ષીય વિહાન એવોર્ડથી સન્માનિત

  • October 06, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માઉન્ટ યુનામ સર કરનાર જામનગરના નવ વર્ષીય વિહાન એવોર્ડથી સન્માનિત

સમગ્ર વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ માત્ર નવ વર્ષીય જામનગરનો વિહાન યુ.ચેતરીયાએ ૬ હજાર મીટરથી વધુ ઊંચાઈનું માઉન્ટ યુનામ શિખર તાજેતરમાં સર કરીને સમગ્ર દેશનું, રાજ્યનું અને હાલારનું ગૌરવ વઘારતા જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર દ્વારા જાયન્ટસ પૂર્વના સ્થાપના દિન બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને લીટલ માસ્ટર વિહાન ચેતરીયાને જાયન્ટસના  હોદેદારો દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.
​​​​​​​
આ સમયે યુનીટ ડાયરેક્ટર રમેશભાઈ ભટ્ટ, પ્રમુખ આશુતોષભાઈ ત્રિવેદી, ઓફિસર સતીષભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ જયંતિભાઈ જીવાણી, મહેશભાઈ કલ્યાણી પ્રતાપભાઈ ધોરીયા, મુકેશભાઈ શાહ,અશોકભાઈ નથવાણી, જયેશભાઇ ખીમસૂર્યા, મહેન્દ્રભાઈ જોષી, ભરતભાઈ ભટ્ટ, ગોપાલભાઈ ઉદેશી તથા પીઆરઓ અતુલભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application