રાજકોટમાં જાહેરમાં બાંધકામ વેસ્ટ ફેંકનારને ૧૦ હજારનો દંડ ફટકારાયો
રાજકોટમાં જાહેરમાં બાંધકામ વેસ્ટ ફેંકનારને ૧૦ હજારનો દંડ ફટકારાયો
October 05, 2026 02:14 PM
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં આવેલા સહજાનદં પાર્ક ખાતે જાહેર જગ્યામાં કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલિશન (બાંધકામ) વેસ્ટ નાખવા બદલ એક આસામી પાસેથી .૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઇજનેરની સૂચના અને નાયબ પર્યાવરણ ઇજનેરનામાર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૧૧ના સેનિટેશન ઓફિસર, સેનિટરી ઇન્સ્પેકટર અને સેનિટરી સબ ઇન્સ્પેકટર દ્રારા આ કામગીરી કરાઈ હતી. શહેરીજનોને જાહેર જગ્યામાં સી એન્ડ ડી વેસ્ટ કે કચરો ન ફેંકવા અને ગંદકી ન કરવા મનપા દ્રારા અપીલ કરાઈ છે. જો કે, જે બાંધકામ સાઇટનો વેસ્ટ હતો તે પ્રોજેકટ સાઇટનું નામ અને જેમની પાસેથી દંડની વસૂલાત કરાઇ તે બાંધકામ કોન્ટ્રાકટરનું નામ છુપાવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું