BREAKING NEWS

‘દૃશ્યમ-૩’ ઓટીટી પર રિલીઝ કરવા નિર્ણય

  • November 24, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અજય દેવગનની ફિલ્મ ‘દૃશ્યમ 3’ આ વર્ષની શ્રેષ્ઠ અપરાધ આધારિત ડ્રામા ફિલ્મોમાંની એક રહી છે. ફિલ્મે સિનેમાઘરોમાં પણ સારી કમાણી કરી હતી અને અનેક વિક્રમો તોડ્યા હતા. આ સાથે જ તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની હતી. દર્શકો અને ચાહકો લાંબા સમયથી તેની ઓટીટી પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની રાહ પૂરી થવા જઈ રહી છે.



ખરેખર, ‘દૃશ્યમ 3’ની ઓટીટી પર રિલીઝ થવાની તારીખ નક્કી થઈ ગઈ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં ખુશીનો માહોલ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ આ જ મહિને ઓટીટી મંચ પર રજૂ કરવામાં આવશે. ‘દૃશ્યમ 3’ની ઓટીટી પર રિલીઝની પુષ્ટિ ડિજિટલ મંચ દ્વારા કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, આ ફિલ્મ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવશે. ફિલ્મ હવે નેટફ્લિક્સની આગામી ફિલ્મો અને ટૂંક સમયમાં રજૂ થનારી ફિલ્મોની યાદીમાં પણ દેખાવા લાગી છે.



અજય દેવગનની આ ફિલ્મ 27 નવેમ્બરે ઓટીટી પર રજૂ કરવામાં આવશે. આ સમાચારથી ચાહકોની ખુશી બમણી થઈ ગઈ છે. ઓટીટી પર ફિલ્મની રજૂઆતની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. અજય દેવગનની ફિલ્મ ‘દૃશ્યમ 3’ની બોક્સ ઓફિસ પર થયેલી કમાણીની વાત કરીએ તો  ફિલ્મે દુનિયાભરમાં 589.26 કરોડ પિયાનો કારોબાર કર્યો હતો. જ્યારે ભારતમાં ફિલ્મની ચોખ્ખી કમાણી 380.95 કરોડ પિયા રહી હતી. વિદેશમાં ફિલ્મે 133.20 કરોડ પિયાનો કારોબાર કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે આ લોકપ્રિય ‘દૃશ્યમ’ શ્રેણીની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા અજય દેવગને ફરી એકવાર વિજય સાળગાંવકરની ભૂમિકામાં ચાહકો અને દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. આ ફિલ્મ ‘દૃશ્યમ’ શ્રેણીની સૌથી વધુ નફો કરનારી ફિલ્મ પણ રહી છે. આ ત્રીજા ભાગમાં અક્ષય ખન્નાની જગ્યાએ જયદીપ અહલાવતને લેવામાં આવ્યા હતા. દર્શકોને તેમની ભૂમિકા પણ ખૂબ પસંદ આવી હતી. ફિલ્મમાં તબ્બુ, શ્રિયા સરન સહિત અન્ય કલાકારોએ પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. અજય દેવગને અગાઉ આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે આ ‘દૃશ્યમ’ શ્રેણીનો અંતિમ ભાગ છે. તેના આગામી ભાગ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આગળ શું થશે તે સમય જ નક્કી કરશે, કારણ કે તેમના મતે ત્રીજો ભાગ જ આ શ્રેણીનો છેલ્લો ભાગ હતો.અ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application