રશ્મિકા મંદાનાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘માયસા’ની રિલીઝની તારીખ મુલતવી રાખવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 27 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ નિર્ધિરિત તારીખે રિલીઝ નહીં થાય. ફિલ્મની રિલીઝ ટળવાના સમાચાર વચ્ચે નિમર્તિાઓએ પોતે જ આ વાતની પુષ્ટિ કરી છે અને વિલંબનું કારણ પણ જણાવ્યું છે.
ફિલ્મના નિમર્ણિ ગૃહે પોતાના સત્તાવાર એક્સ ખાતા પર એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મને મોટા સ્તરે અને શાનદાર ટેક્નોલોજી સાથે તૈયાર કરવામાં આવી રહી છે. નિમર્તિાઓનું કહેવું છે કે તેઓ ફિલ્મની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કયર્િ વિના દર્શકોને સિનેમાઘરોમાં શ્રેષ્ઠ અનુભવ આપવા માગે છે.
નિમર્તિાઓએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, ‘તેલુગુ સિનેમા હાલમાં એક શાનદાર સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. અહીં સતત એવી ફિલ્મો બની રહી છે, જે પોતાના ઉત્તમ નિમર્ણિ અને ટેક્નોલોજીથી નવા વિક્રમો સ્થાપિત કરી રહી છે. આ જ વિચાર સાથે ‘માયસા’ને પણ તેલુગુ સિનેમાની એક અલગ પ્રકારની અને શાનદાર ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલી એક્શન ફિલ્મ તરીકે બનાવવામાં આવી રહી છે, જેથી દર્શકોને સિનેમાઘરોમાં એક શાનદાર અનુભવ મળી શકે.’નિવેદનમાં આગળ લખવામાં આવ્યું છે
કે, ‘અમે ઇચ્છીએ છીએ કે દર્શકો સમક્ષ ફિલ્મની દુનિયાને તેના સૌથી શ્રેષ્ઠ સ્વપમાં રજૂ કરવામાં આવે અને તેમને એવો અનુભવ મળે, જે ખરેખર આ ફિલ્મને લાયક છે. આ જ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને 27 નવેમ્બરે નિર્ધિરિત કરવામાં આવેલી ‘માયસા’ની સિનેમાઘરોમાં રિલીઝ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મની નવી રિલીઝ તારીખની જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે