શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. ફિલ્મના પોસ્ટર અને પ્રથમ ગીત બાદ હવે તેના ટ્રેલરને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું ટ્રેલર 14 ડિસેમ્બર, 2026ના રોજ રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ફિલ્મ 24 ડિસેમ્બરે દુનિયાભરનાં સિનેમાઘરોમાં રજૂ થવાની છે. એટલે કે ટ્રેલર રજૂ થયા બાદ દર્શકોએ ફિલ્મ જોવા માટે માત્ર 10 દિવસ રાહ જોવી પડશે.
ફિલ્મનું પ્રથમ ગીત ‘તૂ મિલ જાયે’ શાહરુખ ખાનના 61મા જન્મદિવસે એટલે કે 2 નવેમ્બરે રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ જોવા મળી હતી. ગીતને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
હવે ફિલ્મના સંગીતમાંથી બીજું ગીત પણ નવેમ્બર મહિનાના અંત સુધીમાં રજૂ કરવાની તૈયારી છે. આ ગીત ટ્રેલર પહેલાં દર્શકો સમક્ષ આવશે. ફિલ્મના નિમર્તિાઓ ક્રિસમસની રજાઓને ધ્યાનમાં રાખીને પ્રચારની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મ ‘કિંગ’ શાહરુખ ખાન માટે અનેક રીતે ખાસ છે. આ ફિલ્મમાં તેઓ પોતાની દીકરી સુહાના ખાન સાથે પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે.
સુહાનાએ અગાઉ ‘ધ આર્ચીઝ’ ફિલ્મથી અભિનયની શઆત કરી હતી. જોકે, મોટા પડદા પર તેની આ પહેલી ફિલ્મ હશે. આ ઉપરાંત ફિલ્મમાં શાહરુખ અને દીપિકા પાદુકોણની જોડી ફરી જોવા મળશે. બંને કલાકારોએ અગાઉ ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યૂ યર’, ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સુહાના ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અનિલ કપૂર, જેકી શ્રોફ, અરશદ વારસી, જયદીપ અહલાવત, રાઘવ જુયાલ અને અભય વમર્િ જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિમર્ણિ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને મારફ્લિક્સ પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે.
‘કિંગ’ 24 ડિસેમ્બર, 2026ના રોજ દુનિયાભરનાં સિનેમાઘરોમાં રજૂ થશે. શાહરુખ ખાનની છેલ્લી ત્રણ સિનેમાઘરોમાં રજૂ થયેલી ફિલ્મો ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ વર્ષ 2023માં આવી હતી. એટલે લગભગ ત્રણ વર્ષ બાદ શાહરુખ ફરી મોટા પડદા પર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટર અને ગીતને મળેલા પ્રતિસાદ બાદ હવે ચાહકોની નજર ટ્રેલર પર છે.