ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કથા પર બનશે ભયાનક ફિલ્મલિવૂડ અભિનેતા કાર્તિક આર્યને પોતાના 35મા જન્મદિવસે ચાહકોને ખાસ ભેટ આપી છે. અભિનેતાએ પોતાની નવી ફિલ્મ ‘કાલિયા’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ એક ભયાનક રાક્ષસની કથા પર આધારિત હશે. ખાસ વાત એ છે કે ફિલ્મની વાતર્નિાં મૂળ ભારતીય પૌરાણિક કથા અને લોકમાન્યતાઓ સાથે જોડાયેલાં છે. ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિમર્તિા કરણ જોહરની ધમર્િ પ્રોડક્શન્સ અને કાર્તિક આર્યનની નવી નિમર્ણિ સંસ્થા ડોપામાઇન સ્ટુડિયોઝ સાથે મળીને આ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મ 5 મે, 2028ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રજૂ થશે.
કાર્તિક આર્યને ફિલ્મની જાહેરાત સાથે એક ખાસ સંદેશ પણ લખ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘શ્રીકૃષ્ણે તેને ભગાડ્યો હતો, આપણે માણસો તેને ફરી પાછો લાવ્યા.’ ફિલ્મની પ્રથમ ઝલકની શઆત એક માતા અને તેના નાના પુત્રથી થાય છે. રાત્રિના સમયે માતા પોતાના પુત્રને ઊંઘતાં પહેલાં એક પૌરાણિક કથા સંભળાવે છે. તે કથા કાલિયા નામના ભયાનક પ્રાણીની છે, જે એક પવિત્ર નદીમાં રહેતું હતું અને તેના ઝેરી વિષથી નદીનું પાણી પ્રદૂષિત કરતું હતું. તેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે કાલિયા સાથે યુદ્ધ કર્યું હતું અને તેને નદીમાંથી ભગાડી દીધો હતો. માતા આ કથા સંભળાવી રહી હોય છે ત્યારે દૃશ્ય અચાનક વર્તમાન સમય તરફ વળે છે. ફિલ્મની પ્રથમ ઝલકમાં આગળ એક ધુમ્મસવાળી નદીનો કિનારો બતાવવામાં આવે છે. આસપાસ મંદિરોની લાઇટ દેખાય છે. આ દરમિયાન એક રખડતો કૂતરો નદીના કિનારે કંઈક અસામાન્ય હલચલ અનુભવે છે અને ભસવા લાગે છે. થોડી જ ક્ષણોમાં પાણીમાંથી એક વિશાળ અને કાંટાવાળી પૂંછડી બહાર આવે છે. આ ભયાનક પ્રાણી કૂતરાને ખેંચીને પાણીમાં લઈ જાય છે. ત્યારબાદ પ્રાણીની આંખનો નજીકથી દેખાતો દૃશ્ય બતાવવામાં આવે છે. આ સાથે જ ફિલ્મનું નામ ‘કાલિયા’ રજૂ થાય છે.
ફિલ્મની આ ઝલક પરથી સ્પષ્ટ થાય છે કે નિમર્તિાઓએ પૌરાણિક કથાને આજના સમય સાથે જોડીને ભય અને રોમાંચથી ભરેલી વાતર્િ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ફિલ્મમાં કાર્તિક આર્યન કઈ ભૂમિકા ભજવશે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. ‘કાલિયા’નું નિમર્ણિ કરણ જોહર, અદાર પૂનાવાલા, અપૂર્વ મહેતા, સોમેન મિશ્રા, મેરિજ ડીસોઝા અને કાર્તિક આર્યન કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સંદીપ મોદી કરશે.
સંદીપ મોદી અગાઉ ‘આયર્’િ અને ‘ધ નાઇટ મેનેજર’ જેવી જાણીતી શ્રેણીઓનું નિર્દેશન કરી ચૂક્યા છે. ‘કાલિયા’ તેમના માટે હિન્દી સિનેમાની પ્રથમ એવી ફિલ્મ હશે, જે સિનેમાઘરોમાં રજૂ થશે. કાર્તિક આર્યન માટે ‘કાલિયા’ અનેક રીતે ખાસ છે. એક તરફ તે નવી શૈલીની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે, તો બીજી તરફ પોતાની નિમર્ણિ સંસ્થા દ્વારા ફિલ્મ નિમર્ણિમાં પણ સક્રિય ભાગ લેશે.અત્યાર સુધી કાર્તિક આર્યન રોમેન્ટિક, હાસ્ય અને રહસ્યમય ફિલ્મોમાં જોવા મળ્યો છે. હવે તે ભયાનક રાક્ષસ આધારિત રોમાંચક ફિલ્મમાં જોવા મળશે.