દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પોતાની અભિનય કારકિર્દીમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મજગતમાં સક્રિય અનુપમ ખેર અત્યાર સુધીમાં 550થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમની ગણતરી હિન્દી ફિલ્મજગતના પ્રતિભાશાળી અને સફળ કલાકારોમાં થાય છે. સામાન્ય રીતે લોકો વર્ષોની મહેનત અને કમાણી બાદ પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા હોય છે, પરંતુ અનુપમ ખેરનો વિચાર આ બાબતમાં થોડો અલગ છે.
કરોડોની સંપત્તિ હોવાની ચચર્ઓિ વચ્ચે અભિનેતા હાલમાં પોતાના ઘરમાં નહીં, પરંતુ ભાડાના મકાનમાં રહે છે. એટલું જ નહીં, તેમણે પોતાનું મુંબઈનું ઘર અભિનેત્રી આલિયા ભટ્ટને વેચી દીધું હતું. હવે તાજેતરમાં તેમણે ભાડાના મકાનમાં રહેવા પાછળનું કારણ પણ જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે લગભગ 10 વર્ષ પહેલાં તેમણે નક્કી કર્યું હતું કે હવે તેઓ પોતાના ઘર કરતાં ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કરશે. આ નિર્ણયથી તેમના જીવનનો મોટો તણાવ દૂર થયો છે.
અનુપમ ખેરે કહ્યું હતું કે, જે દિવસથી મેં ભાડાના મકાનમાં રહેવાનો નિર્ણય કર્યો, ત્યારથી મને એવું લાગ્યું કે જાણે મેં મારી જાતને આઝાદ કરી દીધી હોય. આ નિર્ણય મેં 10 વર્ષ પહેલાં લીધો હતો. હવે મને મિલકતને લઈને કોઈ તણાવ રહેતો નથી કે આ કામ કરવાનું છે કે પેલું કામ કરવાનું છે. મેં માત્ર મારી માતા માટે શિમલામાં એક ઘર ખરીદ્યું છે. મારો ભાઈ અને હું બંને ભાડાના મકાનમાં રહીએ છીએ અને અમે આ વ્યવસ્થાથી ખુશ છીએ.તેમણે જણાવ્યું કે એક સમયે મુંબઈમાં તેમની પોતાની મિલકત હતી, પરંતુ તેમણે તે ઘર આલિયા ભટ્ટને વેચી દીધું હતું. ત્યારબાદ તેઓ બીજા મકાનમાં રહેવા ગયા હતા.
આ જ સમયગાળા દરમિયાન તેમની પત્ની કિરણ ખેર સાંસદ બન્યાં હતાં અને કામકાજના કારણે ચંડીગઢ રહેવા ગયાં હતાં.
બીજી તરફ અનુપમ ખેર પોતાના માટે નવા ઘરની શોધ કરી રહ્યા હતા. જોકે, આ દરમિયાન તેમને વિચાર આવ્યો કે પોતાનું ઘર ખરીદવાની જગ્યાએ ભાડાના મકાનમાં પણ રહી શકાય છે. ત્યારથી તેમણે ભાડાના મકાનમાં રહેવાનું નક્કી કર્યું.
અનુપમ ખેરે કહ્યું હતું કે, 400થી 500 કરોડ પિયાની જે સંપત્તિનો દાવો કરવામાં આવે છે, તેની 10 ટકા સંપત્તિ પણ મારી પાસે નથી. મારા મિત્રો ઇન્ટરનેટ પર આ અહેવાલો વાંચે છે અને મારી મજાક ઉડાવે છે. તેઓ કહે છે કે આટલા પૈસા છે તો અમને પણ કંઈક આપો.
અનુપમ ખેરે સ્પષ્ટ કર્યું હતું કે ભાડાના મકાનમાં રહેવાનો અર્થ એવો નથી કે તેઓ પોતાની સુખસુવિધાઓ સાથે બાંધછોડ કરે છે. તેમને સારાં રેસ્ટોરાંમાં જમવું, આરામદાયક મુસાફરી કરવી અને શ્રેષ્ઠ હોટલોમાં રોકાવું પસંદ છે. તેઓ પોતાના આરામ અને જીવનશૈલીનું પણ પૂરતું ધ્યાન રાખે છે. તેમના મતે જીવનમાં સુખી રહેવા માટે દરેક વસ્તુની માલિકી હોવી જરી નથી. કેટલીક વખત પોતાની જરિયાતો પૂરી કરવા માટે યોગ્ય વ્યવસ્થા હોવી જ પૂરતી છે. મિલકતની જવાબદારીઓ અને તેની જાળવણી પાછળ સતત સમય અને શક્તિ ખર્ચવા કરતાં તેઓ સરળ જીવન જીવવાનું પસંદ કરે છે.