BREAKING NEWS

સુરતના અંત્રોલી ગામે વિશાળ ખોડલધામ મંદિર સંકુલ બનાવવામાં આવશે: નરેશ પટેલ

  • May 07, 2026 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોડલધામ ટ્રસ્ટ–કાગવડના સ્વપનદ્રષ્ટ્રા અને ચેરમેન નરેશ પટેલે ગઈકાલે સુરત મુકામે એક ઐતિહાસિક અને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. ેસુરતના લા ગ્રીન લગુન ખાતે આયોજિત આ પત્રકાર પરિષદમાં દક્ષિણ ગુજરાતના પાટીદારો અને શ્રદ્ધાળુઓ માટે એક મોટા પ્રોજેકટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પત્રકારોને સંબોધતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ મંદિર સંકુલના નિર્માણ માટે સુરત જિલ્લ ાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્રારા જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્રારા જમીન ખરીદીની આ જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ જગ્યાએ ખોડલધામ મંદિર સંકુલ– દક્ષિણ ઝોનનું ભૂમિપૂજન કરવામાં આવશે અને નિર્માણ કાર્ય શ કરવામાં આવશે.
અંત્રોલી ગામે સંપાદિત કરાયેલી વિશાળ જમીન પર ખોડલધામ મંદિર સંકુલ– દક્ષિણ ઝોનનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્રારા ગુજરાતના વિવિધ ઝોનમાં ખોડલધામ મંદિર સંકુલના નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હાલ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લ ાના સંડેર ગામે ખોડલધામ મંદિર સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં સુરત જિલ્લ ાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામે જમીન ખરીદી કરવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં ભૂમિપૂજન કરવામાં આવશે. આ ઉપરાંત મધ્યગુજરાત ઝોનમાં અમદાવાદ પાસે પણ સંકુલ નિર્માણ પામશે.
વિદેશની ધરતી પર લંડનમાં પણ ખોડલધામ સંકુલ નિર્માણ કરવાનો સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે. યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે અને હરિદ્રારમાં પણ ટ્રસ્ટ દ્રારા અતિથિ ભવન બનાવવામાં આવશે. આ ઉપરાંત ખોડલધામ મંદિર કાગવડ ખાતે પણ શ્રદ્ધાળુઓ માટે અતિથિ ભવન નિર્માણ કરવામાં આવશે. આ સાથે જ ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્રારા રાજકોટ જિલ્લ ાના પડધરી તાલુકાના અમરેલી ગામ પાસે ૪૩ એકર જગ્યામાં અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્િટટૂટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News