BREAKING NEWS

ડિસેમ્બરમાં બોક્સ ઓફિસ પર સલમાન અને શ્રદ્ધા કપૂર વચ્ચે જામશ મહામુકાબલો

  • November 23, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર મોટો મુકાબલો જોવા મળશે. આ મુકાબલો બોલિવૂડના બે જાણીતા કલાકારો સલમાન ખાન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મો વચ્ચે થવાનો છે. સલમાન ખાનની ફિલ્મ ’માતૃભૂમિ’ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ’ઈઠા’ એક જ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બંને ફિલ્મોની એક ખાસ વાત એ છે કે તે સત્ય ઘટનાઓ પર આધારિત છે. ત્યારે સવાલ એ છે કે દર્શકો કઈ ફિલ્મની વધુ રાહ જોઈ રહ્યા છે?



આઈએમડીબીની મોસ્ટ એન્ટિસિપેટેડ ફિલ્મોની યાદીમાં સલમાન ખાનની ’માતૃભૂમિ’ શ્રદ્ધા કપૂરની ’ઈઠા’ કરતાં આગળ છે. આ યાદીમાં સલમાન ખાનની ફિલ્મ પાંચમા ક્રમે છે, જ્યારે શ્રદ્ધા કપૂરની ફિલ્મ ’ઈઠા’ નવમા ક્રમે છે. આ યાદીમાં કુલ 10 ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સલમાન ખાનની ’માતૃભૂમિ’ અને શ્રદ્ધા કપૂરની ’ઈઠા’ બંને ફિલ્મો 4 ડિસેમ્બર, 2026ના રોજ રિલીઝ થવાની છે. સલમાન ખાનની ફિલ્મ એક્શન ફિલ્મ હશે, જ્યારે શ્રદ્ધા કપૂરની ’ઈઠા’ એક ઇમોશનલ બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે.
સલમાન ખાનની ફિલ્મ ’માતૃભૂમિ’ની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ અગાઉ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ તેની રિલીઝમાં સતત વિલંબ થઈ રહ્યો હતો. હવે લાંબા સમયની રાહ બાદ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી હોવાથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



સલમાન ખાનની ’માતૃભૂમિ’ એક વોર-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે ભારતીય સૈનિકો દેશની સેવા માટે પોતાના પરિવારથી દૂર રહે છે અને તેમના પરિવારજનોને કઈ ભાવનાત્મક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.
ફિલ્મનું પૂરું નામ ’માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ છે. આ ફિલ્મ વર્ષ 2020માં પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ પર આધારિત છે.આ ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયાએ કર્યું છે. સલમાન ખાનની સાથે ફિલ્મમાં ચિત્રાંગદા પણ જોવા મળશે.


અપૂર્વ લાખિયાએ વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ’મુંબઈ સે આયા મેરા દોસ્ત’થી દિગ્દર્શક તરીકે કારકિર્દીની શઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application