BREAKING NEWS

યશને રામાયણ ફળી, એવો રેકોર્ડ સર્જ્યો  જે અત્યાર સુધી કોઈ ભારતીય અભિનેતાના નામે નથી

  • November 23, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર યશે ફરી એકવાર પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. ફિલ્મ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવીને યશે બોક્સ ઓફિસ પર એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ એવા પ્રથમ ભારતીય અભિનેતા બની ગયા છે જેમની બે ફિલ્મોએ પાંચ મોટી ભાષાઓમાં પ્રત્યેક ભાષામાં 50 કરોડ પિયાથી વધુની કમાણી કરી છે. આ પહેલાં તેમણે ‘કેજીએફ ચેપ્ટર-2’ દ્વારા આ સિદ્ધિ મેળવી હતી. હવે ‘રામાયણ’એ પણ આ રેકોર્ડનું પુનરાવર્તન કર્યું છે.



ભારતીય સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવનારા યશની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેમની શાનદાર પડદા પરની હાજરી, આકર્ષક દેખાવ અને દમદાર અભિનયે દર્શકોનાં દિલ જીતી લીધાં છે. ફિલ્મ ‘રામાયણ’માં તેમના અભિનયને વિવેચકોની પ્રશંસા મળી રહી છે.  યશની આ લોકપ્રિયતા અને ફિલ્મને મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદનું પરિણામ હવે બોક્સ ઓફિસ પર જોવા મળી રહ્યું છે. તેમણે ભારતીય સિનેમામાં એવો રેકોર્ડ બનાવ્યો છે, જે અત્યાર સુધી અન્ય કોઈ અભિનેતાના નામે નોંધાયો નથી.
‘રામાયણ’ની સફળતા સાથે યશ એવા પ્રથમ ભારતીય અભિનેતા બની ગયા છે


જેમની બે ફિલ્મોએ પાંચ મોટી ભાષાઓમાં 50 કરોડ પિયાથી વધુની કમાણી કરી છે. આ પાંચ ભાષાઓમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. યશે પહેલીવાર આ સિદ્ધિ ‘કેજીએફ ચેપ્ટર-2’ દ્વારા મેળવી હતી. હવે ‘રામાયણ’એ પણ આ જ રેકોર્ડનું પુનરાવર્તન કર્યું છે. સામાન્ય રીતે કોઈ એક ફિલ્મ હિન્દી અથવા દક્ષિણ ભારતના કોઈ એક ભાષાકીય બજારમાં સફળ થાય તે સામાન્ય બાબત છે. પરંતુ એકસાથે પાંચ અલગ-અલગ ભાષાઓનાં બજારોમાં 50 કરોડ પિયાથી વધુની કમાણી કરવી મોટી સિદ્ધિ છે.



‘રામાયણ’ને દરેક જગ્યાએથી જેવો પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે યશના ચાહકો માત્ર એક રાજ્ય કે એક ભાષા પૂરતા મર્યિદિત નથી. વાસ્તવમાં, ‘કેજીએફ-2’ની સફળતા બાદ ચાહકો લાંબા સમયથી યશની આગામી મોટી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. તેમની ફિલ્મ ‘ટોક્સિક’ પણ આવી હતી, પરંતુ તેને લઈને ‘કેજીએફ-2’ જેવો માહોલ જોવા મળ્યો નહોતો. જોકે, ‘રામાયણ’માં યશના અભિનયે ચાહકોની લાંબા સમયની રાહને સફળ બનાવી દીધી છે.


વેપાર નિષ્ણાતોનું માનવું છે કે યશનો આ રેકોર્ડ આવનારા સમયમાં સમગ્ર ભારતમાં રજૂ થતી ફિલ્મો માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે. પાંચેય ભાષાઓમાં સતત બીજી વખત આ ઐતિહાસિક આંકડો પાર કરીને યશે પોતાની લોકપ્રિયતા વધુ મજબૂત કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application