BREAKING NEWS

દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે નવા નિયમો

  • November 23, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે નવા નિયમો 

​​​​​​​
દ્વારકાના જગપ્રસિદ્ધ જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને સર્જાયેલા વિવાદાસ્પદ બનાવોને ધ્યાનમાં રાખીને મંદિર સમિતિએ હવે નિયમોમાં કડકાઈ લાવવાનો નિર્ણય કર્યો છે.

દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની તા. ૨૭/૧૦/૨૦૨૬ના રોજ યોજાયેલી બેઠકમાં આ અંગે મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. નવા નિર્ણય અનુસાર હવે મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા માટે મંદિર વ્યવસ્થાપકની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

ખાસ કરીને ભોગ, મનોરથ તેમજ ધ્વજાજીના ઉત્સવ પ્રસંગોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે રૂ. ૨,૫૦૦ની ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બહારની કોઈપણ વ્યક્તિને પોતાની મરજી મુજબ મંદિર પરિસરમાં શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મંદિર સમિતિ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકૃત ફોટોગ્રાફર મારફતે જ જરૂરી નિયમો અને શરતોને આધીન રહીને ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફીની સુવિધા પૂરી પાડવામાં આવશે. મંદિરની ધાર્મિક પરંપરા, પવિત્રતા અને વ્યવસ્થાની જાળવણીના હેતુથી લેવામાં આવેલા આ નિર્ણયનો અમલ હવે નિયત નિયમો મુજબ કરવામાં આવશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application