રાજકોટ શહેર એસઓજીનો માદક પદાર્થની હેરફેર કરનારા શખસો સામે આક્રમક કાર્યવાહી શ કરી છે. બે દિવસ પહેલા જ ૨૦૦ કિલોથી વધુનો ગાંજો જ કર્યા બાદ હવે એસઓજીની ટીમે ૫૫ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ગોકુલનગરમાં રહેતા શખસને ઝડપી લીધો હતો.શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી. બી. બસીયા દ્રારા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કેાટીકા પદાર્થેાનું ખરીદ–વેચાણ કે સેવન કરનારા શખસો વિધ્ધ કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. જેને લઇ એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ વિ. વી. ધ્રાંગુની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઈ ફિરોજભાઈ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને અગાઉ ચોરીના કેસમાં પકડાયેલ તોસિફ બાઈક ન.ં જીજે.૦૩.પીએલ.૫૯૧૬ લઇને થોડી વારમાં કાલાવાડ રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટના ખુણા પાસે આવવાનો છે તેના કબજામાં માદક પદાર્થ એમડી (ડ્રગ્સ)નો જથ્થો છે તેવી બાતમી મળી હતી જે બાતમીના આધારે દરોડો પાડી રામેશ્વર પાર્ટી પ્લોટના ખુણે ઉભેલા શખસને અટકમાં લઈ નામ પુછતા પોતે પોતાનુ નામ તોસીફ આરીફ તુરીયા (ઉ.વ.૨૬, રહે. ગોકુલનગર શેરી નં ૦૩ કોઠારીયા મે. રોડ) હોવાનુ જણાવ્યુ હતુ. આ શખસની અંગજડતી લેતા તેની પાસેથી મેફેડ્રોન ૫૪.૭૩૦ ગ્રામ . ૧,૬૪,૧૯૦ અને ડ્રગ્સ, પેક કરવાની પ્લાસ્ટીકની વેકયુમ પેક નાની નાની કોથળીઓ મળી આવતાં કુલ .૨.૫૯ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, માદક પદાર્થ સાથે ઝડપાયેલા તોસિફને રાજસ્થાનના રાણીવાડા પંથકનો શખસ ડીસા ખાતે આવી ૬૦ ગ્રામ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરી ગયો હતો. જે બાદ તોસિફે રાજકોટ આવી ૬૦ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થામાંથી ૫ ગ્રામ વેચી નાખ્યું હતું. તે એક ગ્રામ પિયા ૧૦૦૦ માં ડ્રગ્સ મેળવી અહીં બંધાણીઓને પિયા ૨૦૦૦ માં એક ગ્રામ વેચતો હોવાની પણ કબુલાત આપી છે.તોસિફ સામે અગાઉ ચોરીના ગુના નોંધાઇ છે.
આ કામગીરીમાં પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુ, એએસઆઈ અણભાઈ બાંભણીયા, ફિરોજભાઈ રાઠોડ, ઈન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમાર, મૌલિકભાઈ સાવલીયા, કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા, મોનાબેન બુસા સાથે રહ્યાં હતા