સોનારડીનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

  • February 28, 2024 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નામના ૩૭ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. ૧૨,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૦ બોટલ કબજે કરી, આરોપી નરેન્દ્રસિંહની અટકાયત કરી હતી.
દારૂનો આ જથ્થો તેણે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ રહેતા શક્તિસિંહ નટુભા જાડેજા પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું કબુલતા ખંભાળિયા પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
લાખાબાવળ પાસે વ્હીસ્કીની બે બોટલ સાથે એકની અટક
જામનગર નજીક લાખબાવળના પાટીયા પાસે એક શખ્સને ઇંગ્લીશ દારુની બે બોટલ સાથે સિકકા પોલીસે પકડી લીધો હતો.
જામનગરના નાની ખાવડીમાં રહેતા કિરીટસિંહ મનુભા વાઢેર નામના શખ્સને ઇંગ્લીશ દારુ વ્હીસ્કીની બે બોટલ સાથે લાખાબાવળના પાટીયા પાસેથી નીકળતા સિકકા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application